રાજપીપળા નગરપાલીકાના ચીફ ઓફિસર રાહુલ ડોડીયાને 10 હજારનો દંડ માહિતિ અધિકારના કાયદા હેઠળ ફટકારાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કસબાવાડ વિસ્તાર મા ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ ના મામલે અરજદારે માહિતિ માંગી જે આપવામાં વિલંબ થતાં ચીફ ઓફિસર સામે દંડ ની કાર્યવાહિ

ગાંધીનગર ના માહિતી આયોગ ના કમિશનર દ્વારા માહિતી અરજદાર ને ના આપવા મામલે દંડ ફટકારતા સરકારી આલમ મા ચકચાર

માહિતિ અધિકારના કાયદા હેઠળ અરજદારને માહિતિના આપતા પ્રથમ દ્રષ્ટિએ જ ચીફ ઓફિસરને જવાબદાર ઠેરવતું માહિતિ આયોગ

નર્મદા જીલ્લા ની ઍક માત્ર રાજપીપળા નગરપાલીકા અને વાદ વિવાદ એક શિક્કા નાં ને પહેલું રહયા છે, અવાર નવાર નગરપાલીકા નું તંત્ર વાદ અને વિવાદ મા સપડાતું રહ્યુ છે, પછી એ સત્તા ની સાઠ મારી હોય કે ભરતી ની પ્રક્રિયા કે નગર જનો ના પ્રશ્નો નુ નિરાકરણ વિવાદો થતાં જ આવ્યાં છે. પરંતું નગરપાલીકા ના ઈતિહાસ મા નગરપાલીકા ના ચીફ ઓફિસર ને માહિતિ કમિશનર દ્વારા રૂપિયા 10 હજાર નો દંડ ફટકાર્યો હોય એવો બનાવ પ્રથમ j વાર બનતા સમગ્ર નગર મા ચર્ચા નો વિષય બન્યો છે.

બનાવ ની વાત કરીએ તો રાજપીપળા ના કસબાવડ વિસ્તાર મા રહેતાં હનીફભાઇ કરિંમભાઈ મન્સુરી નાં ઘર પાસે તેમનાજ ફળિયાના લાલાભાઈ માસ્ટર, નન્નું ભાઇ , હારુનભાઈ, મુસ્તાક હસન, ખલીલ મેમન વગેરે દ્વારા અવર જવરના રસ્તે ગેરકાયદેસર દબાણ કર્યું હોય ને જેને દુર કરવા નગરપાલીકા માં અરજી કરી હતી, જેનો નિકાલ ના આવતાં અરજદાર હનીફભાઇ મન્સૂરી એ માહિતિ મેળવવાના અધિકાર અંતર્ગત નગરપાલીકા પાસે માહિતિ માંગી હતી,જે માહિતિ રાજપીપળા નગરપાલીકા દ્વારા સમય મર્યાદા મા આપેલ નહોતી જેથી અરજદાર ને અપીલ અઘિકારી ને અપીલ કરવાની ફરજ પડી હતી, જેથી માહિતિ અધિકાર અધિનિયમ 2005ની કલમ- 18 ( 1) હેઠળ અપીલ કરી હતી, જેથી પ્રથમ અપીલ અઘિકારી એ અરજદાર ને તેણે માંગેલ માહિતી 15 દિવસ માં આપવા નગરપાલિકા રાજપીપળા ને આદેશ કર્યો હતો, આ આદેશ છતાં અરજદાર ને માહિતિ આપવામા આવી નહોતી, જેથી અરજદાર દ્વારા સમગ્ર પ્રકરણ ની ફરિયાદ ગુજરાત સરકાર ના માહિતિ આયોગ મા કરવામા આવી હતી.

ગુજરાત માહિતિ આયોગ દ્વારા વિડિયો કોન્ફરન્સ દ્વારા 8 ની જુલાઈ ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં અરજદારે પોતે માંગેલ માહિતી તેને આપવામા આવી નથી એમ જણાવ્યું હતું, જેમાં નગરપાલિકા દ્વારા બેદરકારી માહિતિ અધિકાર અધિનિયમ હેઠળ કરવામા આવી હોવાનું જનાયી આવયું હતું જેથી નગરપાલીકા ના ચીફ ઓફિસર રાહુલ ડોડીયા ને પ્રથમ દ્રષ્ટિ એ જ જવાબદાર ગણાવી રૂપિયા 10000 નો દંડ માહિતિ અધિકાર અધિનિયમ હેઠળ માંગેલ માહિતી આપવામા વિલંબ કરવાના મામલે ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નગરપાલિકા માં સ્ટાફ પુરતો ના હોવાનો ચીફ ઓફિસરનુ રોદણું આયોગે ફગાવ્યો

રાજપીપળા નગરપાલિકા ના સત્તાધીશો અરજદારે માંગેલ માહિતી સમયસર આપવામા નિષ્ફળ જતાં ચીફ ઓફિસર રાહુલ ડોડીયા ઉપર આયોગ નો કોરડો વીંઝાયો છે ગુજરાત માહીતિ આયોગ ના કમિશનર ગાંધીનગર દ્વારા ચીફ ઓફિસર રાહુલ ડોડીયા ને પ્રથમ દ્રષ્ટિ એ માહીતિ સમયસર ના આપવા બાબત જવાબદાર ગણવામાં આવ્યાં છે.
ચીફ ઓફિસર રાહુલ ડોડીયા એ આયોગ ને પોતાની કચેરી મા મોટાં ભાગ નો સ્ટાફ નિવૃત્ત થઈ ગયો હોય તેમ જ સિનિયર સર્વેયર છેલ્લાં અઢી વર્ષ થી ના હોય તેમજ સર્વેયર ની જગ્યા છેલ્લા 10 વર્ષ થી ખાલી હોવાની રજૂઆત કરવામાં આવી હતી જેને આયોગ દ્વારા માન્ય રાખવામા આવી નહોતી. અને જવાબદારી નક્કી કરી રૂપિયા 10000 નો દંડ ફટકાર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here