સિદ્ધપુર ખાતે જી.આઈ.ડી.સી નિગમના ચેરમેન બલવંતસિંહ રાજપૂત દ્વારા પશ્ચિમ રેલ્વે વિભાગના ડી.આર.એમ.નુ સ્વાગત કરી તેમને સ્થાનીક પ્રશ્ર્નોની રજૂઆત કરવામાં આવી

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અગ્રણી ઉધોગપતિ અને રાજ્ય જી.આઈ.ડી.સી.નિગમના ચેરમેન બલવંતસિંહ રાજપૂતની આગેવાનીમાં શહેર ભાજપના આગેવાનો તેમજ સિધ્ધપુરની વિવિઘ સામાજિક સંસ્થાઓ અને જાગૃત નાગરીકોએ સિધ્ધપુર રેલ્વે સ્ટેશનની આધિકારીક મુલાકાતે આવેલા પશ્ર્ચિમ રેલ્વેના અમદાવાદ ડીવીઝનના ડીઆરએમ અંકિત કન્સલની મુલાકાત લઈ તેઓનું સ્વાગત કર્યુ હતુ અને યાદગીરીરૂપ સિધ્ધપુરના વિવિધ સ્થાપત્યોની ફોટોફ્રેમ મોમેન્ટોની ભેટ આપી હતી. સિધ્ધપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કૃપાબેન આચાર્ય નગરપાલિકા ટીમ સાથે હાજર રહ્યા હતા તેમની સાથે શહેર જાગૃત નાગરિકોએ યોગ્ય રજુઆત કરી હતી.આશા રાખીએ કે આ મુલાકાતો અને રજૂઆતો રંગ લાવે અને વર્ષોથી અટવાયેલા નગરજનોને તકલીફ રૂપ રેલ્વેના પ્રશ્ર્નો ઉકેલાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here