કાલોલ વોર્ડ નંબર ત્રણમાં આવેલા ઇન્દિરાનગરમાં વરસાદી પાણી ભરાતા ડમકી મૂકી નિકાલ કરાતાં સ્થાનિકોને રાહત

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરપાલિકા ના વોર્ડ નંબર ત્રણ માં આવેલ તળાવ તથા ઇન્દિરા નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતા ઇન્દિરાનગરમાં રહેતા રહીશોને ભારે તકલીફો નો સામનો કરવો પડી રહ્યો હતો જે અંગે નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર દ્વારા ઇન્દિરા નગર વિસ્તારમાં ડમકી મૂકીને ગટરની અંદર પાણીનો નિકાલ કરવા માટે ની કાર્યવાહી ચાલુ કરતાં સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.ઉલ્લેખનીય છે કે તળાવ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા મોટર મૂકી પાણી નો નિકાલ કરવાનું કામકાજ ચાલતું હતું ત્યારે તળાવના પાણી નો નિકાલ નહીં કરવા બાબતે કોર્ટ કેસ ચાલતો હોવાથી સ્થાનિક આગેવાનો દ્વારા તાત્કાલિક તળાવનું પાણી ખાલી કરવાનું બંધ કર્યું હોવાની પણ જાણકારી મળી રહી છે.આ બાબતે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અંજનાબેન મહેતાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે ઈનદીરાનગર રહેણાંક વાળો વિસ્તાર છે અને તે વિસ્તારમાં તળાવના પાણી ઘૂસી ગયા હોવાથી લોકોને તકલીફ પડી રહી હોવાથી ડમકી મુકાવીને આ પાણીનો નિકાલ કરવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here