સિદ્ધપુરમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના બિંદુ સરોવર વિસ્તારના રાજગોપાળ મંદિર પાસે ગુરુવારે વરલી મટકાના સ્થળ પર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે છાપો મારી એક શખ્સને વરલી મટકાના સાહિત્ય તેમજ ૨૩૯૦ ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.આ મામલે આ શખ્સ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
સિદ્ધપુર ટાઉનના બિંદુ સરોવર રાજગોપાળ મંદિર પાસે ગુરુવારે એક શખ્સ પોતાના અંગત આર્થિક ફાયદા સારું વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતો-રમાડતો હોવાની બાતમીના આધારે સિદ્ધપુર પોલીસ સ્ટાફના માણસોએ જુગાર વાળા સ્થળે જઈ છાપો મારતા લુહાર અર્જુનકુમાર ઉર્ફે અદલો વાસુદેવભાઈ મણિ લાલ,ઉ.વ.૫૫ રહે.સિદ્ધપુર બાવાજીની વાડી પાસે વાળાને આબાદ ઝડપી લીધો હતો.પોલીસે સ્થળ ઉપરથી જુગારનું સાહિત્ય તેમજ ૨૩૯૦ ની રોકડ સહિતના મુદ્દામાલ કબ્જે લઈ તેની અટક કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર ટાઉનમાં દારૂ, જુગાર સહિત નશીલા પદાર્થોના વેચાણની બદીએ માઝા મૂકી છે ત્યારે કામગીરીના ભાગરૂપે એકલદોકલ કેસ કરતી પોલીસ ટાઉનમાંથી દારૂ, જુગાર અને નશીલા પદાર્થો નું વેચાણ કાયમી ધોરણે બંધ કરાવી યુવાધનને બરબાદીના માર્ગે જતું અટકાવે તેવું શહેરના પ્રબુદ્ધ નાગરિકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.જો આ બાબતે સત્વરે કોઈ કડક અને અસરકારક પગલાં પોલીસ દ્વારા લેવામાં નહિ આવે તો તેના પડઘા આગામી વિધાનસભા ચૂંટણીમાં પડશે તે ચોક્કસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here