શહેરા : અણીયાદ ક્લસ્ટરની નવ શાળાઓ CCTV કેમેરાથી સજ્જ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

અણિયાદ ક્લસ્ટરની અણિયાદ પ્રા.શાળા ખાતે અધ્યક્ષશ્રી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ધર્મેન્દ્રકુમાર ભમાત, ઉદ્દઘાટક તાલુકા વિકાસ અધિકારી શ્રીમતિ અંકિતા ઓઝા, મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પટેલ અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર ઉપસ્થિત રહી સી.સી.ટી.વી. કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું. અણિયાદ ગ્રામ પંચાયતની ૯ શાળાઓમાં ૬૪ સી.સી.ટી.વી. કેમેરા ફીટીંગ કામગીરી આશરે ૯ લાખ ૫૦ હજારના માતબર રકમનો ખર્ચ સરપંચ ઘનશ્યામભાઈ ભરવાડના સહકારથી પંચાયત હેઠળ કરવામાં આવ્યો છે. ૧૩૦૦ જેટલા બાળકો અને ૫૦ જેટલા શિક્ષકોનું મોનીટરીંગ કરાશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકમાં સ્વયંશિસ્ત, નિયમિતતા અને પરીક્ષામાં પારદર્શકતા તેમજ વહીવટી અને બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય તે માટે આ સુવિધા ખૂબ ઉપયોગી નીવડશે. કાર્યક્રમમાં બીટ કેળવણી નિરીક્ષક, સી.આર.સી.કો.ઓર્ડીનેટર, પગાર કેન્દ્ર આચાર્ય વિજયભાઈ પટેલ, સ્થાનિક અગ્રણી રમણભાઈ રાઠોડ, સરપંચ ઘનશ્યામભાઈ ભરવાડ,ભવાનસિંહ ચૌહાણ, સૂર્યકાંત પટેલ અને કોવિડ – ૧૯ ની અદ્યતન ગાઈડલાઈન મુજબ ગ્રામજનો, એસ.એમ.સી.સભ્યો અને શિક્ષણ પરીવાર જોડાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કો-ઓર્ડીનેટર અણિયાદ ભૂપેન્દ્રસિંહ સોલંકીએ કર્યું હતું. અધ્યક્ષશ્રી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ધર્મેન્દ્રકુમાર ભમાત અને ઉદ્દઘાટકશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રીમતિ અંકિતા ઓઝાએ કોરોના વૉરિયસ તરીકે સી.આર.સી.કો.ઓર્ડીનેટર અને પગાર કેન્દ્રના આચાર્ય અને શિક્ષકોની કામગીરીને બિરદાવી અભિનંદન પઠાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here