સિદ્ધપુરમાં એલ.એસ. હાઈસ્કુલથી મુક્તિધામ સુધીના રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય… તંત્રના આંખ આડા કાન ..

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ધાર્મિક નગરી સિદ્ધપુરમાં આવેલ મુક્તિધામ ઉત્તર ગુજરાતનું પ્રસિદ્ધ મુક્તિધામ હોવાથી અહીં રોજ બરોજ મોટી સંખ્યામાં અગ્નિસંસ્કાર કરવા માટે શબો લઈ ડાધુઓ આવતા હોય છે આ રોડ સરસ્વતિ નદી પેલે પાર ના ગામડાઓ તરફ થઇ બનાસ કાંઠા તેમજ સાબરકાંઠા તરફ જવા આવવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી અહીં વાહન વ્યવહાર પણ મોટા પ્રમાણમાં ધમધમતો હોય છે છેલ્લા બે વર્ષથી ખળીચાર રસ્તાથી ખેરાલુ તરફ જવાના માર્ગ માં આવતી રેલવે ફાટક ઉપર ઓવર બ્રિજ બનતો હોવાથી આ રસ્તો બંધ કરી દેવાતા તેનું ડાયવર્જન શહેરના બિંદુ સરોવર ઓવરબ્રિજ ઉપરથી મુક્તિધામ થઈ બીલીયા, કોહડા જવાના માર્ગ પર ડાયવર્ઝન અપાયું છે જેથી આ માર્ગ પરથી મોટા ડમ્પરો,બસો , પ્રાઇવેટ લક્ઝરી તેમજ લોડીંગ ટ્રકો સહિત નાના મોટા વાહનો મોટા પ્રમાણમાં આવન-જાવન કરી રહ્યા છે જેના કારણે એલ એસ હાઈસ્કૂલ, અશોક સિનેમા, મોતીરામ ના ઢાળ થી લઈ છેક સરસ્વતીનદીના માધુપાવડીયા ઘાટ પાસે થઇ કહોડા સુધીના રસ્તા ઉપર ભારે વાહનો ચાલતા હોવાને કારણે બિલકુલ ખાડાવાળો અને ઊબડખાબડ થઇ જતા અંદરની કપચીઓ રોડ પર નીકળી આવી છે ખાડાઓ કાદવ કીચડથી ભરાઈ ગયા છે જેના કારણે વાહનચાલકો ને અકસ્માતો થઈ રહ્યા છે વાહનોમાં માં પંચર પડી રહ્યા છે તેમજ વારંવાર ટ્રાફિક જામની સમસ્યાઓ પણ માંથનો દુઃખવો બની રહ્યો છે આ રોડ પર અનેક સ્કૂલો પણ આવેલી હોય વિદ્યાર્થીઓ દ્વારા પણ આજ રોડ નો ઉપયોગ કરાઈ રહ્યો છે આ રોડ ઉપર આગાઉમાં ભારે ટ્રાફિક ના કારણે અકસ્માત થવાથી કેટલાય આશાસ્પદ નાગરિકોના મોતનું કારણ પણ બની ચૂક્યા છે તેમજ મુક્તિધામ જવાનો મુખ્ય માર્ગ હોવાથી જે લોકો પોતાના સ્નેહીજનોના શબોને ખભા પર મૂકી અગ્નિસંસ્કાર માટે ખુલ્લા પગે ચાલતા લઈને આવે છે તેઓને આ રસ્તા પરના ખાડા એને કાદવ-કીચડ તેમજ ઉખડેલી કપચી થી શબ ખભા પર લઈને નીકળેલા લોકોને રોડની આજુ બાજુ ચાલવા મજબૂર બનવું પડે છે રોડનું અસ્તિત્વ જ રહ્યું ન હોવાને કારણે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેથી સત્વરે તંત્ર દ્વારા આ રસ્તાઓ નું સમારકામ થાય તેવુ સ્થાનિકો તેમજ રાહદારીઓ ઇચ્છી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here