લિંડા મોડેલ સ્કૂલમા વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ લીધી મુલાકાત

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

બાલિકાઓ ને જમવા થતા સુવિધા વિશે પૂછ્યા સવાલ

નસવાડી તાલુકાની લિન્ડા મોડેલ સ્કૂલ માં સુખરામ રાઠવાએ સાંજના મુલાકાત લીધી જે જમવાની બાબતે વિદ્યાર્થીઓ એ હોબાળો મચાવ્યો હતો તેને ધ્યાને લઈ મોડેલ સ્કૂલ લિન્ડા ખાતે પહોંચ્યા સુખરામ રાઠવા સ્કૂલ ના હોલ માં દરેક કન્યાઓ ને બેસાડવામાં આવી અને સુખરામ રાઠવા એ કરી પ્રશ્નોત્તરી જેમાં પૂછવામાં આવ્યું કે તમને જમવાનું કેવું મળેછે અને પાથરવા માટે ગાદલા છે કે નથી ઓઢવા માટે ચોરસા છે કે નથી સ્કૂલ ની કન્યાઓએ જવાબ માં હકારાત્મક જવાબો મળ્યા હતા ત્યાર બાદ છોકરીઓ એ જણાવ્યું કે હાલ જે પ્રિન્સિપાલ છે તે બદલાયા છે? પરંતુ સાહેબે વળતા જવાબમાં જણાવ્યું કે એ વહીવટી તંત્ર નો વિષય છે એ મને ખબર નથી હું તો તમને સુવિધા મળેછે કે નથી તે સાંભળવા આવ્યો છું મારી દીકરીઓને શુ તકલીફ છે?જમવા બાબતે દીકરીઓ એ જણાવ્યું કે હોબાળો મચાવ્યા પછી હાલ સારૂ જમવાનું મળેછે અને તમે નસીબ વાળા છે કે સરકાર તમને ભણવા માટે આટલી સુવિધાઓ આપે છે મારા સમય માં આવું ન હતું અને સુવિધાઓ તો મળેછે પણ થોડી અગવડ પડે તો સાચવી લેવાનું પણ શિક્ષણ પર ધ્યાન આપવાની સલાહ સુખરામભાઈ રાઠવાએ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here