બોડેલી : કથોલા ગામે લગ્ન પ્રસંગની વિધી દરમિયાન અચાનક વાવાઝોડું આવતા મંડપ ઉડવા લાગ્યો…

બોડેલી,(પંચમહાલ) ઇમ્તિયાઝ મેમણ :-

બોડેલીના કથોલા ગામે એક પરિવારમાં લગ્ન પ્રસંગની વિધિ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક વાવાઝોડું આવતા મંડપ ઉડવાલાગ્યો હતો જેમાં મંડપ બચાવવા માટે ત્રણ યુવાનોએ મંડપને પકડ્યો પરંતુ ભારે પવનને કારણે મંડપની સાથે ત્રણ યુવાનો પણ ઉડવાલાગ્યા હતા અને ત્યાર બાદમાં નીચે પટકાયા હતા જેમાં તેઓ ઈજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

બોડેલી તાલુકાના કથોલા ગામમાં એક પરિવારના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ઘરની બહાર મંડપ બાંધી લગ્ન પ્રસંગપહેલા ગ્રહશાંતિની વિધિ ચાલી રહી હતી. બધા વિધિમાં વ્યસ્ત હતા ત્યારે વાતાવરણમાં પલટો આવતા અચાનક વાવાઝોડુ આવ્યું હતુંજેમાં મંડપ ઉડવા લાગ્યો હતો મંડપ ઉડી ન જાય તે માટે ત્યાં હાજર ત્રણ યુવાનોએ મંડપ પકડતા પવન વઘારે હોવાથી મંડપ સાથે ત્રણયુવાનો પણ હવામાં ઉડવા લાગ્યા હતા જેમાં એક યુવક ઉડીને મકાનની છત પર જ્યારે બે ખુલ્લા મેદાનમાં જઈને પટકાયા હતા. ત્યાં હાજર લોકોમા અફરાતફરી મચી જવા પામી હતી પવનને કારણે મંડપ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયું હતું આ બનાવમાં ત્રણ યુવાનોને ઈજાગ્રસ્તથયા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો વિડિઓ વાઇરલ થયા બાદ બોડેલી પોલીસે આયોજક રાઠવા અરવિંદભાઈ ગોવિંદભાઈ (રહે.ડુંગર ફળિયું, કથોલ) તેમજ ડીજે સંચાલક તેમજ લગ્ન પ્રસંગમા 50થી વધુ લોકો ભેગા થવા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતા સરકારની કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના બહારપડેલ જાહેરનામ ભંગ બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here