શહેરા નગરના બસ સ્ટેશન વિસ્તારમાં ગંદકીએ માજા મૂકી…તંત્ર ઘોર નિદ્રામાં મદમસ્ત…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા નગરના દ્રશ્યમાં દેખાતા છુટા પડેલા કચરા ની જેમ સ્વછતા ભારત અભ્યાનને લાગતું સાફ સફાઈ અને આરોગ્યને તંત્ર પણ સફાઈથી છૂટુ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે

આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસ અને સ્વછતાના નામે મોટા મોટા ગુણ ગાન ગાય છે. જ્યારે સ્થાનિક સ્તરે આ બાબત ની નોંધ ન લેવાતી હોય તેમ લાગી રહ્યું છે. જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા નગરના બસ સ્ટેશન વિસ્તારમાં હાલમાં કંઈક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં ગંદકીએ માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બસ સ્ટેશન વિસ્તારમાં ગંદકીના આવા દ્રશ્યોએ અહીં આજુબાજુ રહેતા તમામ લોકોમાં ગંદકીના કારણે કોઈ રોગચાળો ફાટી નીકણે તેવું ભય સતાવી રહ્યું છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ મસ્ત મોટો તસ્વીર માં દેખાતું ઢગલો વહેલી તકે સાફ કરવામાં આવે અને ત્યાં કચરા પેટી મુકવામાં આવે તેમજ કાયમ માટે કચરાની ગાડી આવે તેવી માંગ છે. જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવશે કે કેમ??? એતો હવે આવનાર સમય જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here