સિદ્ધપુરના પ્રસિદ્ધ રુદ્ર મહાલય સંકુલને ૫૫ લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કાર્ય હાથ ધરાયુ…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સમયની થપાટો અને જર્જરિત રુદ્રમહાલય સંકુલના અવશેષોને જાળવી રાખવા માટે કેન્દ્રમાં દરખાસ્ત કરતા ૫૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવમાં આવી

પૌરાણિક ધાર્મિક અને ઐતહાસિક નગરી સિદ્ધપુર સિદ્ધક્ષેત્ર પવિત્ર સરસ્વતી નદીના કિનારે આવેલ સનાતની હિંદુ સંસ્કૃતિનું શિવત્વનું પ્રતીક પ્રાચીન કાલીન ગત ૧૧૦૦ વર્ષો થી સમગ્ર ગુર્જર પ્રદેશની અસ્મિતા અને આસ્થા તેમજ બલિદાનની ભૂમિ સ્થિત શ્રીરુદ્ર મહાલય (શિવાલય) છેલ્લા ઘણા વર્ષોથી માનવીય અવર-જવર માટે પ્રતિબંધિત છે જેને લઇ સૌથી મોટા શિવાલય એવા રુદ્ર મહાલયના શ્રદ્ધાળુઓ નજીકથી દર્શન કરવા ઈચ્છી રહ્યા છે તેમજ દર્શન કરવાની માંગણી કરી રહ્યા છે.કેટલાક માહિતગાર સૂત્રોએ જણાવ્યું કે અત્યારે રુદ્ર મહાલય સંબંધી કાનૂની વિવાદનો અંત આવ્યો છે.જોકે સત્તાવાર રીતે કોઈ વિગતો જાણવા મળી રહી નથી.પરંતુ આ શિવરાત્રીએ એક સારા સમાચાર એ છે કે પુરાતત્વ વિભાગ વડોદરા દ્વારા રુદ્ર મહાલયના તોરણ,મંદિર પરિસરની જર્જરિત થયેલી દીવાલોમાં રેત ચુનાનુ ચણતર અને પુરણ કરવું તેમજ વરસાદી સિઝનમાં મંદિરની જર્જરિત થયેલી છત પરથી મંદિરમાં પાણી પડતું હોવાથી મંદિરની છત ઉપર વરસાદી પાણીનું લીકેજ દુરકરવું ફ્લોરિંગ તેમજ મંદિર પરીસર માંથી તૂટી ગયેલા તેમજ કોતરણી વાળા પત્થરોને સુવ્યવસ્થિત ગોઠવી એક નાનકડું મ્યુઝિયમ જેવું બનાવી દર્શનીય બનાવવા માટે પુરાતત્વ વિભાગ વડોદરા દ્વારા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી જેને લઈ કેન્દ્રની સરકાર દ્વારા મંજૂરી મળી જતા સિદ્ધપુરના રૂદ્ર મહાલય માટે ૫૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતા પાટણ આર્ક્યોલોજિસ્ટ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામા આવી રહી છે પાટણના આર્કિયોલોજી કન્ઝર્વેટર ઇમરાન મન્સૂરીએ જણાવ્યું કે રુદ્ર મહાલય સંકુલમાં રીનોવેશન કરવા માટે ભારત સરકારમાં પુરાતત્વ વિભાગ વડોદરા સ્થીત ઓફિસમાંથી દરખાસ્ત કરવામાં આવી હતી આ અગાઉ વર્ષ 2015/16 માં થોડું-ઘણું રીનોવેશન કરાયું હતું રુદ્રમહાલય સંબંધી જે કેસ થયા હતા તેમાં નિરાકરણ થઈ ગયું છે કે તે અંગે પૂછતા પુરાતત્વ વિભાગ પાસે આવી કોઈ જાણકારી આવી નથી તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here