શહેરા તાલુકાની નવી સુરેલી ક્લસ્ટરની ગોપી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પ્રદીપભાઈ ધુળાભાઈ પરમારનો વિદાય સમારંભ કોવિડ – 19 ની ગાઈડલાઈન મુજબ યોજાયો

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાની નવી સુરેલી ક્લસ્ટરમાં આવેલી ગોપી પ્રાથમિક શાળામાં 36 વર્ષ સુધી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મુખ્ય શિક્ષક પ્રદીપભાઈ ધુળાભાઈ પરમારનો વિદાય સમારંભ કોવિદ – 19 ની ગાઈડલાઈને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, સી.આર.સી.કો.ઓર્ડીનેટર નવી સુરેલી, પગાર કેન્દ્ર આચાર્ય ભાવસિંહ વણઝારા, ક્લસ્ટરનો શિક્ષણ પરીવાર, સ્થાનિક અગ્રણીઓ, ગામ લોકો, એસ.એમ.સી.સભ્યો, સરપંચ નટુભાઈ અને પ્રદીપભાઈનો પરીવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા પરીવાર દ્વારા કરવામાં આવ્યું હતું. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ પરમારે પ્રાસંગિક ઉદબોધનમાં પ્રદીપભાઈની ત્રણ દસકાની શૈક્ષણિક કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણ પરીવારની લાગણીઓ સદાય સાથે રાખી અંતઃકરણ પૂર્વક પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ પ્રદીપભાઈને દીર્ઘાયુ બક્ષે, તેમનું આરોગ્ય સુખાકારી સદાય જળવાઈ રહે અને નિવૃત્ત જીવનમાં પણ કાર્યરત રહો અને સમાજ સેવામાં સમર્પિત રહો તેવી સમગ્ર શિક્ષા અભિયાન શહેરા અને શિક્ષણ પરીવાર તરફથી શુભકામનાઓ પાઠવી હતી. કોરોના મહામારી સમયે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આર્સેનિકમ આલ્બમ 30 નામની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગોપી પ્રાથમિક શાળા પરીવારને પ્રદીપભાઈના માર્ગદર્શન અને સહકારની જરૂરિયાત કાયમ રહેશે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here