નર્મદા ડેમના ઉપરવાસના મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં ઘુસાડાતો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમા વિદેશી દારૂનો જથ્થો લાવતો બુટલેગર ફરાર

ડેમની સુરક્ષા સામે ઉઠતાં સવાલ ? સતર્કતા જરુરી

નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી મહારાષ્ટ્ર તરફ થી ગુજરાતમાં વિદેશી દારૂની કરાતી હેરાફેરી ને નર્મદા જીલ્લા ની ગરુડેશ્વર-કેવડિયા પોલીસ અને એસઆરપી ગ્રુપ-18ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવતા બુટલેગરો મા ભારે ફફડાટ ફેલાયો છે.

થોડાક સમય પહેલા જ ડેમ ની ઉપરવાસમાંથી ગુજરાત મા સપ્લાય થતો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પડ્યા બાદ ફરી એકવાર પેટ્રોલિંગ દરમિયાન નર્મદા ડેમના તળાવ માર્ગે મહારાષ્ટ્રમાંથી લવાઈ રહેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડતાં ડેમ ની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમનો વાઈટલ ઈન્સ્ટોલેશન “એ” કેટરગરીમાં સમાવેશ થાય છે. ડેમ ની ભુતકાળ મા આતંકીઓ દ્વારા રેકી પણ થઇ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે વિદેશી દારૂ નો જથ્થો સપ્લાય કરતા બુટલેગરો જો સુરક્ષા મા છેદ પાડતા હોય તો સુરક્ષા ને મામલે ખુબજ ગંભીરતા દાખવવા ની જરુર છે.પોલીસ સહિત એસ આર પી નુ નિયમિત પેટ્રોલીંગ ડેમ ના ઉપરવાસમાં થાય છે છતા વિદેશી દારૂ નો જથ્થો સગેવગે કરવામાં બુટલેગરો બાજ નથી આવતાં, બુટલેગરો પર લગામ ખુબજ જરુરી છે.

એસ.આર.પી ગ્રુપ-18ના ઈન્ચાર્જ કમાન્ડન્ટ ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીને આધારે કેવડિયા પી.આઈ ડી.બી.શુકલા, ગરૂડેશ્વર પી.એસ.આઈ એમ.આઈ.શેખ સહિત પોલીસ ટીમ સરદાર સરોવર ડેમની સરકારી બોટમાં બેસી માકડખાડા નજીક સરકારી બોટ મા પેટ્રોલીંગ મા હતા એ દરમ્યાન નર્મદા નદીના કિનારેથી એક અજાણ્યા બોટનો ચાલક કિનારે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની હેરફેર કરતો હતો તેના ઉપર રેઈડ કરતા અજાણ્યો બોટ ચાલક બોટ મુકી જંગલ ઝાડી તરફ ફરાર થવામાં સફળ થયો હતો.
પોલીસે બોટ ની તલાશી કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડનો રુપિયા 2,06,300 નો વિદેશી દારુ મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂ અને રુપિયા 1.5 લાખની બોટ મળી કુલ 3,56,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બોટ ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here