સિદ્ધપુરના ગણેશપુરા રોડ ઉપર માણસનો કપાયેલી હાલતમાં પગ મળતા ચકચાર

સિધ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના ફુલપુરા પાસેની સોસાયટી નજીક જાહેર માર્ગ ઉપર માણસનો કપાયેલ અને એક દ્રષ્ટિએ જોતા ફોગાયેલો પગ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.આ અંગે સિદ્ધપુર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
સિદ્ધપુર શહેરના ફૂલપુરા-ગણેશપુરાના માર્ગ પર આવેલ સાનિધ્ય સોસાયટી પાસેના જાહેર રોડ ઉપર કોઈ અજાણ્યા માણસનો પગ કપાયેલી હાલતમાં પડ્યો હોવાની વાત વાયુ વેગે ફેલાતા આસપાસના રહીશો સહિત લોકોના ટોળા એકઠા થયા હતા.પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ડાબા પગથી કપાયેલો પગ હોવાનું જણાઈ આવે છે.પરંતુ આ પગ પુરુષનો છે કે સ્ત્રીનો તે અંગે કોઈ સ્પષ્ટ જાણી શકાયું નથી.તે પરીક્ષણ બાદ જ જાણવા મળી શકશે.આ બનાવ અંગે લોકોમાં તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.આ બનાવ અંગે સ્થાનિક જાગૃત નાગરિક ઠાકોર કનુજી દલાજી રહે. સિદ્ધપુરવાળાએ સિદ્ધપુર પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જઈ આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.બાદમાં આ કપાયેલા પગને પરીક્ષણ અર્થે બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદની ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલી અપાયો હોવાનું જાણવા મળેલ છે.આ અંગેની વધુ માહિતી મેળવવા સિદ્ધપુર પીઆઈ ચિરાગ ગોસાઈને ફોન કરતા તેઓએ કોઈ કારણોસર ફોન ઉપાડ્યો નહોતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here