ડભોઇ કોંગ્રેસ કાર્યકરો અને નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ શહેર કોંગ્રેસ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ટાવર ચોક ખાતે આવેલ ગાંધીજી ની પ્રતિમા ને ફુલહાર અને પુષ્પ ગુચ્છ અપર્ણ કરી ગાંધીજી તુમ અમર રહો ના નારા સાથે ગાંધી જયંતિ ની ઉજવણી કરી હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખ સતીષ રાવલ દ્વારા ગાંધીજીના જીવન મૂલ્યો સમજાવતા જણાવ્યું હતું કે અમે ગાંધીજી ની વિચારધારા સાથે ચાલવાના પ્રયાસ કરશું અને તેના મૂલ્યો જીવનમાં ઉતારવાના પ્રયત્નો કરશું. અને ગાંધીજીના જીવનમાં ખુબજ સંઘર્ષ કર્યો એ આપણા જીવનમાં ઉતારવા જેવા છે નું સમજાવ્યું હતું.આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ સતિષ રાવલ,કોંગ્રેસ આગેવાન સુધીરભાઈ બારોટ,કોર્પોરેટર અજય રાઠવા,મકબુલ મરઘાં વાળા,મંજુર સલાટ તેમજ પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી સહિત ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકરો ટાવર ચોક ખાતે ઉપસ્થિત રહી ગાંધીજી ની પ્રતિમા ને ફુલહાર કરી તેઓને યાદ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here