બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ
અમરેલી શહેરમાં મોહનનગરમાં જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતી અગીયાર મહિલાઓને રોકડા રૂપીયા ૨૪,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ
મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગારની બદીથી ઘણા પરીવારો આર્થીક નુકસાની ભોગવતા હોય આવા જુગારીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ સફળ રેઇડો કરી વધુ કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી કે. ડી.જાડેજા સાહેબ તથા ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી જે.વાય.પઠાણ સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા પૃથ્વીરાજસિંહ પરમાર તથા હિરેનસિંહ ખેર તથા આરીફખા ભોજવાણી તથા સીદ્ધરાજસિંહ જાડેજા તથા દયાબેન બગડા તથા સુમૈયાબેન બેલીમ એ રીતેના પો.સ્ટે. હાજર હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે અમરેલી મોહનનગરમાં જાહેરમાં કેટલીક મહિલઓ ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમી રહી છે. જેથી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા અગીયાર મહિલાઓને કુલ રોકડા રૂ.૨૪,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
-: જુગાર રમતા પકડાયેલ મહિલાઓ :-
(૧) સ્નેહલબેન ઉર્ફે સોનાલીકાબેન વા/ઓ અશોકભાઇ દેવશીભાઇ બાવળવા (૨) વૈશાલીબેન વા/ઓ ઉમેશભાઇ હરીભાઇ જાવીયા (૩) સંગીતાબેન વા/ઓ અલ્પેશભાઇ હરીભાઇ જાવીયા (૪) વિલાસબેન વા/ઓ મુકેશભાઇ રણછોડભાઇ માતરીયા (૫) મનીષાબેન વા/ઓ જીતુભાઇ રાઘવભાઇ જાવીયા (૬) ભાવનાબેન વા/ઓ અશોકભાઇ ઘુસાભાઇ કાવઠીયા (૭) ભારતીબેન વા/ઓ ભીખેશકુમાર શીવલાલ જોષી (૮) માધુરીબેન વા/ઓ જયેશભાઇ રણછોડભાઇ ખાનપરા (૯) શોભાબેન વા/ઓ જીગ્નેશભાઇ વલ્લભભાઇ ગોધાણી (૧૦) ક્રિષ્નાબેન ઉર્ફે દક્ષાબેન વા/ઓ પરેશભાઇ પ્રાણભાઇ જોષી (૧૧) અંજલીબેન વા/ઓ ચિરાગભાઇ કાંતીભાઇ કુંડાળીયા રહે. તમામ અમરેલી
પકડાયેલ મુદામાલ
ગંજી પતાના પાના નંગ- ૫૨ તથા રોકડા રૂ.૨૪,૦૫૦/-
આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.વાય.પઠાણ તથા અમરેલી સીટી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.