અરવલ્લી : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કમળાબહેન કાનાભાઈ ગરાસિયા ને મળ્યું પોતાનું ઘર

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામની પ્રધાનમંત્રી આવાસ કોલોનીમાં રહેતા કમળાબેહેન કાનાભાઈ ગરાસિયા વિધવા હોવાથી એકલા રહે છે,અને સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેમને મકાન મળતા સરકારનો આભાર માને છે. કમળાબહેન પહેલા ઝૂંપડામાં રહેતા હતા અને એકલા નિર્વાહ કરવામાં અંત્યંત સંઘર્ષ કરવું પડ્યું હતું. ત્યારબાદ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મળ્યું છે અને હવે સુખેથી જીવનનિર્વાહ કરે છે.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવા અનેક પરિવારોને ઘર મળ્યા છે, તેમના સંઘર્ષભર્યા સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર વ્હારે આવી છે. અને ઘરવિહોણા અને જર્જરિત મકાનમાં રહેતા અનેક પરિવારો આજે પાકા મકાનમાં રહેતા થયા છે ને સુખભર્યા દિવસો પસાર કરી રહ્યા છે અને સરકારશ્રીનો આભાર માને છે.

રાજ્યમાં ગરીબીરેખા નીચે જીવતા તેમજ સુવિધાથી વંચિત કુંટુબોને ગરીબીરેખા ઉપર લાવવા અને પાયાની સુવિધા સાથે સ્વમાનભેર જીવન ગુજારવાનો અને પગભર કરવાના શુભ આશય સાથે સરકારશ્રી દ્વારા ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ) જેવી અનેક મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકેલ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત પ્રધાન મંત્રી આવાસ યોજનાનો મુખ્ય આશય જે પરિવારોના ઘર નથી, અથવા કાચા અને જર્જરિત મકાન છે તેઓને આવાસ નિર્માણ હેતુથી સહાય આપવાના છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here