શંકાસ્પદ સીરપ બાબતે કાલોલ પોલીસે મેડિકલ સ્ટોર સંચાલકો સાથે બેઠક કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા કાલોલ ના મેડિકલ સ્ટોર ના સંચાલકો સાથે બેઠક યોજી હતી ખેડા જિલ્લામાં શંકાસ્પદ સીરપનું સેવન કર્યા બાદ 6 જેટલા ઈસમો નુ મોત થયું હતું જે બાબતને ધ્યાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા અને તાલુકા મથકો મા આવા સીરપનું વેચાણ બંધ કરવા પોલીસે કમર કસી છે કાલોલ પોલીસ દ્વારા મેડિકલ સ્ટોરના સંચાલકો સાથે બેઠક કરી આવા શંકાસ્પદ સીરપ નું વેચાણ નહીં કરવા તથા જો કોઈ વેચાણ કરતું હોય તો તેની જાણ તાત્કાલીક પોલીસ મથકે કરવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here