વેજલપુર બસ સ્ટેશનમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા સ્પિરિટ સ્ટ્રેન્થ સ્કિલ સ્ટેમિના અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વાત કરીએ તો વાહન વ્યવહાર મંત્રી દ્વારા ઉચ્ચ મેનેજમેન્ટને સંચાલિત થતા નિગમના વાહનોની કંડીશન તેમજ બસ સ્ટેશન નોની સફાઈ બાબતે વ્યવહાર મંત્રી દ્વારા કડક સૂચના આપી હતી.
તેના અનુસંધાનમાં એસ.ટી.વિભાગીય પંચમહાલ ગોધરા દ્વારા દરેક ડેપો,બસ સ્ટેશન,કન્ટ્રોલ પોઇન્ટ, ખાતે સ્વચ્છતા અને વિકાસ એક નવું બસસ્ટેશન,મેરી શાન સ્વચ્છ બસ સ્ટેશન/સ્વચ્છ બસ ઝુંબેશ અંતર્ગત ૦૨/૧૨/૨૩ થી લઈ ૩૧/૧૨/૨૩ સુધી આખા માસ દરમિયાન દરેક ડેપો,કન્ટ્રોલ પોઇન્ટની સાફ સફાઈ અભિયાન ભાગ રૂપે વેજલપુર ગ્રામ પંચાયતના આમંત્રિત મહેમાન તરીકે વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુધરી બેન હાજર રહ્યા વેજલપુર બસ સ્ટેનના કન્ટ્રોલ પોઇન્ટના દિલીપ વરીઆ દ્વારા વેજલપુર બસ સ્ટેશનમાં સાફ સફાઈ ઝુંબેશ ને લઈ ને સરપંચ સહિત અન્ય વ્યક્તિઓ દ્વારા વેજલપુર બસ સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી અને વધુમાં બસ સ્ટેશનમાં કન્ટ્રોલ પોઇન્ટ તેમજ વાહનોમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા બેનર હેઠળ
સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી અને આમ વેજલપુર બસ સ્ટેશનની સ્વચ્છતા ઝુંબેશ માં વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુગરી બેન હાજર રહ્યા હતા અને વેજલપુર બસ સ્ટેન્ડમાં સાફ સફાઈ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here