વડોદરાના આજવારોડની તક્સ આંગન સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી !!

વડોદરા, સરફરાઝ પઠાણ (ડભોઇ) :-

વડોદરા શહેર ના આજવા રોડ પર આવેલ તક્સ આંગન સોસાયટી મા રહેતા રહીશો દ્વારા નવરાત્રી પર્વની સોસાયટીના કોમન પ્લોટ ખાતે આધશક્તિ માઁ અંબાજીની પુજા આરતી કરી આશિર્વાદ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.રંગ બે રંગી લાઇટ,ડેકોરેશન અને ધજાપતાકા થી ગરબા ગ્રાઉન્ડ ની સજાવટ સાથે નવલી નવરાત્રીની ભક્તિ,શક્તિ ધાર્મિક વાતાવરણમા શ્રધ્ધા સાથે રંગેચંગે નવરાત્રી પર્વ ઉજવાઇ રહ્યુ છે.

ગુજરાત ના ગૌરવ સમાન ગરબા અને માઁ અંબાની ભક્તિ સાથે ઉજવણી થતી નવરાત્રી ની વડોદરાના આજવા રોડ પર આવેલ તક્સ આંગણ સોસાયટીના રહીશો દ્વારા પણ ખુબજ સુંદર રીતે ઉજવણી કરાઇ રહી છે.માતાજી ની ભક્તિ સાથે સોસાયટીના લોકો નવરાત્રી પર્વમા લીન થઈ રહ્યા છે.સોસાયટીમા રહેતા  મહીલાઓ, પુરુષો,બાળકો, યુવાઓ અને વડીલો સૌ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરતા હોય તક્સ આંગન સોસાયટી નવરાત્રી મહોત્સવ ની ઉજવણી મા લીન થઈ જવા પામી છે.માતાજીના આશિર્વાદ સાથે સોસાયટી મા આયોજીત ગરબાની રંગેચંગે ઉમંગ,ઉત્સાહ સાથે ઉજવણી કરાઇ રહી છે.
જ્યારે સોસાયટીના પ્રમુખ પ્રિતેશભાઈ પટેલ સેક્રેટરી મુકેશભાઈ બારીયા, કમીટી મેમ્બર વિનોદભાઈ પટેલ ગીરીશભાઈ ખરાદી મુકેશભાઈ લાડ કમલેશભાઈ જાધવ તેમજ મહિલાઓમાં દક્ષાબેન પટેલ,સગુનાબેન જલ્પાબેન, ભાવનાબેન ભારે જહેમત ઉઠાવી સરકારી ગાઈડ લાઈન મુજબ સુંદર નવરાત્રિનું આયોજન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here