વડોદરા : તહેવારો દરમ્યાન શહેરમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ (માઉઝર) નંગ – ૨ ની ડીલવરી કરવા આવનાર ઇસમો તેમજ પિસ્તોલો મંગાવનાર ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી

વડોદરા, સકીલ બલોચ :-

પોલીસ કમિશ્નર, ર્ડો શમશેરસીંધ, સાહેબ નાઓએ તાજેતરમાં હીન્દુ મુસ્લીમના ધાર્મિક તહેવારો (દશામાં તાજીયા તથા શ્રાવણ માસ) ચાલતા હોય જેથી શહેરની સલામતી જોખમાય નહીં તે માટે પ્રોહી તથા જુગારની પ્રવૃત્તિ ઉપરાંત ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા તત્વોને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર, એસ.ડી.રાતડા પી.સી.બી નાઓએ તાબાના અધિકારી તથા પોલીસ કર્મચારીઓને સદર કામગીરી બાબતે સકળ બાતમી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન કરેલ અને આવી ગુનાહીત પ્રવૃતિ આચરતા ગુનેગારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના કરેલ હોય જે આધારે પી.સી.બી.ના હૈ.છે. દેવેન્દ્ર ચંદ્રકાંત તથા હૈ.કો. દિપેશસિંધ નરેશસિંધ નાઓને બાતમી હકીકત મળેલ કે, ફિરોજાબાદ યુ.પી ખાતે રહેતાં બે ઇસમો આજરોજ ફિરોજાબાદથી દેશી લઇ બનાવટના હથિયારો લાઇને આવેલ છે, અને તેઓ આ હથિયાર વેચવાની ફિરાકમાં સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ઉમા છે તેઓ બંન્નેની ઉંમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ ની છે. તેમજ તેઓ પૈકીનો એક ઇસમ પગે અપગ્ય હોય ઘોડી લઇને ચાલે છે. જે માહીતી આધારે સરદાર એસ્ટેટ ખાતેથી બે ઇસમોને દેશી હાય બનાવટની પિસ્તોલ (માઉઝર) નંગ -૨ સાથે બે ઇસમોને ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ અનવ્યે ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ પી.સી.બી.ના પો.સ.ઇ એમ.જી.કરડાણી નાઓ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ
સર ગુનાની તપાસ દરમ્યાન બન્ને ઇસમો ઉત્તરપ્રદેશના ફિરોજાબાદ ખાતેના રહેવાસી છે. અને આ મળી આવેલ બંન્ને હથિયારો ઉત્તરપ્રદેશ ફીરોજાબાદ ખાતે રહેતા ફિરોજ ઉર્ફે શાલ ઉર્ફે રાસીદ સલીમ પણ નાઓ પાસેથી મેળવી આ હથિયાર તાંદલજા કિસ્મત ચોકડી પાસે રહેતા નામ શેખ નામના ઇસમને ડીલીવરી આપવા આવેલ હોવાની હકીકત જણાય આવતા સદર નામ શેખ નાઓની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓનુ નામ સરનામુ:-
(૧) સાદાખ ઉર્ફે ભખ્ખુ કુદન પઠાણ રહે. ફિરોજાબ દ લેબર કોલોની થાણા લાઇનપાર ઉત્તરપ્રદેશ (૨) મોહમદજાવેદ મુત્તેખાન અબ્બાસી હૈ, ફિરોજાબાદ લેબર કોલોની થાણ લાઇનપાર ઉત્તરપ્રદેશ (૩) નામ નાસીરઅલી શેખ રહે. તેમાં એપાર્ટમેન્ટ હિમ્મત ચોકડી પાસે તાંદલજા વડોદરા મુળ રહે. સુકાક્ષબાદ ક્રિશ્રનાપુરી મેઇનપુરી ચૌરાહા ફિરોજાબાદ ઉત્તરપ્રદેશ
૫ વોન્ટેડ આરોપીનું નામ સરનામુ :-
ફિરોજ કે શાલુ ઉર્ફે રસીદ સલીમ પણ રહે, ફિરોજાબાદ ઉતરપ્રદેશ
૫ કબજે કરેલ મુદામાલઃ-
(૧) દેશી હાથ બનાવટની પિસ્તોલ (માઉઝર) નંગ-૨ કિ.રૂ. ૯૦,000 / – (ર) મોબાઇલ ફોન નંગ -૩ કીમત રૂપિયા ૨૦,000/-
(૩) અંગઝડતીના રોકડા રૂપિયા કિ૩ ૧૨,૦૦૦૪ (૪) એક લેપટોપ બેગ કીંમત રૂપીયા ૫૦૦/- (૫) ચમૌલા થી વડોદરા જંકશનની બે ટ્રેન ટીકીટ કકંમત રૂપિયા ૦૦/- (9) એક આધારકાર્ડની નકલ કીમત રૂપિયા 00/-
કુલ્લે કીમત રૂપિયા ૧,૨૨,૫૦૦/- નો મુદામાલ કબજે
કરેલ છે.
– સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ- ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.ડી.રાતડા, તથા પો.સ.ઇ એમ.જી.કરડાણી તથા સ્ટાફના
હે.કો. દેવેન્દ્ર ચંદ્રકાત હે.કો. દિપેશસિંઘ નરેશસિંઘ, હે.કો. નરેન્દ્રસિંહ કેશરીસિંહ નાઓએ સદર સારી કામગીરી
કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here