રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આરએલ.એમ) યોજના અંતર્ગત છોટાઉદેપુર જીલ્લામાં બોડેલી ખાતે રાખી મેળાનું આયોજન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આરએલ.એમ) યોજના અંતર્ગત છોટાઉદેપુર જીલ્લામાં બોડેલી ખાતે રાખી મેળાનું આયોજન કરવામાં આવેલ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની ગાંધીનગર અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના સંયુક્ત ઉપક્રમે આ રાખી મેળાનું આયોજન કરવામાં આવેલ આ મેળાનો ઉદ્દેશ સખી મંડળ સાથે જોડાયેલ બહેનોને આજીવિકા સાથે જોડવા તથા તેમના દ્વારા જે અલગ અલગ પ્રવૃતિ કરવામાં આવે છે તેઓને માર્કટ સાથે જોડીને આવક માં વધારો કરવામાં આવે તેના માટે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી એન.આર.એલ.એમ શાખા (મીશન મંગલમ) યોજના દ્વારા આ મેળા યોજવામાં આવેલ આ મેળામાં તાલુકા વિકાસ અધિકારી એ કે.ઝાલા સાહેબ તેમજ મોદી ગજેન્દ્રકુમાર કે તાલુકા લાઈવહુડ મેનેજર બોડેલી તથા ભુપેશભાઈ રાણા તાલુકા લાઈવલીહુડ મેનેજર સંખેડા આ પ્રસંગે ઉપસ્થિત રહે આ પ્રસંગે ગજેન્દ્રકુમાર. કે મોદી દ્વારા બહેનોને આવા મેળાઓ થકી માર્કેટ મળે છે અને તેમની ચીજવસ્તુઓની વેચાણ થવાથી તેમની આવક માં વધારો થાય છે તેવું તેમના દ્વારા જણાવામાં આવેલ આ મેળા દ્વારા ગરીબ બહેનોને એક તક મળી છે કે તેમની સામાજીક અને આર્થિક પરિસ્થિતીમાં સુધારો લાવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here