ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-
આજરોજ ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ડભોઈ તાલુકામાં આગામી ત્રણ વર્ષ માટે ભારતીય કિશાન સંઘ ના કારોબારી રચના અને સભ્યોની પસંદગી કરવા અંગે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા યુવા વર્ગ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી
ભારતીય કિસાન સંઘ દ્વારા ડભોઇ સ્વામિનારાયણ મંદિર ખાતે નવા સભ્યોની વરણી કરવા બાબતની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો ખેડૂત લક્ષી સહાયો તેમજ ખેડૂતોને વાચા આપવા ના પ્રશ્નો તેમજ તાલુકા,જીલ્લા અને રાજ્ય લેવલે રજૂઆતો કરવી અને તેનું નિરાકરણ આવે તેવા હેતુથી ભારતીય કિસાન સંઘ ખેડૂતોના પડખે ઉભો રહે છે તેવામાં ભારતીય કિસાન સંઘ મા સભ્યોનો વધારો કરવા માટે આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ડભોઇ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રદેશ મંત્રી આર.કે.પટેલ,જિલ્લા પ્રભારી ઠાકોરભાઈ પટેલ,જિલ્લા સંયોજક સુરેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ડભોઇ ભારતીય કિસાન કિસાન સંઘના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ તથા ધવલભાઈ પટેલ મંત્રી મેહુલ પટેલ,પીનાકીન ભાઈ પટેલ, કોષાધ્યક્ષ તરીકે દીક્ષિત ભાઈ પટેલ ની વરણી કરવામાં આવી હતી.જ્યારે નવા સભ્યોને નિમણૂક બાદ વડોદરી ભાગોળ પાસે આવેલ સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવામાં આવ્યા હતા.