વડોદરાની ખાનકાહે રિફાઈયા ખાતે તા ૧૩ થી તા ૧૫ દરમ્યાન હઝરત સૈયદ ફખરૂદીન અભારૂફ અમીરમીયાં રિફાઈ (રહે.) ના ૧૮૩માં ઉર્સ-શરીફની થનારી ભવ્ય ઉજવણી

વડોદરા, આશિક પઠાણ (રાજપીપળા) :-

બાલ મુબારક ની જીયારત અને કાબા શરીફ ના ગીલાફ નાં દીદાર નું ખાસ આયોજન

વડોદરા શહેરમાં દાંડીયા બજાર, બદામડી બાગ સામે આવેલ ખાનકા-હે- અવલિયા રિફાઈયા ખાતે તા. ૧૩ થી તા. ૧૫ મી ઓક્ટોબર દરમિયાન કોમી એક્તાના પ્રતિક સમા ફખરૂલ અવલીયા મસરૂલ અતકીયા હઝરત મૌલાના પીર સૈયદ ફખરૂદ્દીન ગુલામહુસેન અલ-માફ અમીરમીયાં રિફાઈ (રહે.) સાહેબના ૧૮૩ માં ઉર્સ-શરીફની ઉજવણી નિમિત્તે ખાનકાહના સજ્જાદા નશીન પીર અલ્હાજ તૈયદ કમાલુદ્દીન મલ્લાહરિફાઈ સાહેબની નિગેબાની હેઠળ આ દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. અને તે અંગેની તમામ તૈયારીઓ હાલમાં પુરજોશમાં ચાલી રહી છે.

આ ઉજવણી પ્રસંગે સૈયદ કમાલુદીન મઝહરૂલ્લાહ રિફાઈ તેમજ સમૃદ મોઈનુદ્દીન (ઉર્ફે નેયદરબાબા) રિફાઈ અને સૈયદ દિસામુદ્દીન રિફાઈ પાઠવશે. સાહેબ અકીદતમંદો-શ્રદ્ધાળુઓને ખાસ આશિવચન પણ પાઠવસે.

આ ત્રિદિસીય ઉર્સ ઉજવણીના આયોજન મુજબ તા. ૧૩-૧૦-૨૦૨૩ ને શુક્રવાર રોજ પ્રથમ દિવસે અસરની નમાઝ બાદ સાંજે ખાનકાહના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર ‘શાને રિફાઈયા” નો પરચમ લહેરાવવામાં આવશે, અને રાત્રે ઈશાંની નમાઝ બાદ “ઝિકે રિફાઈયા” ની મહેફીલ યોજાશે. બીજા દિવસે તા. ૧૪-૧૦-૨૦૨૩ ને શનિવાર ના રોજ ફઝરની નમાઝ બાદ મઝારે મુકદ્દસાને ગુસલ આપવામાં આવશે. ત્યારબાદ સાંજે ૪-૦૦ કલાકે ખાનકાહે આલીયા રિફાઈયા, દાંડીયા બજાર ખાતેથી પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબ સંદલના જુલુસને પ્રસ્થાન કરાવશે. આ જુલુસ શહેરના વિવિધ વિસ્તારો અને રાજમાર્ગો ઉપર ગશ્ત કરતું રાત્રે ૧૧-૦૦ કલાકે ખાનકાહ શરીફમાં પરત ફરશે અને જેમના ઉર્સ-શરીફની ઉજવણી થઈ રહી છે. તે બુઝુર્ગ પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ્મારૂક અમીરમીયાં રિફાઈ સાહેબના મઝાર શરીફ પર પીર સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબ ખાસ હાજરી આપનાર રિફાઈ સિલસિલાના અન્ય બુઝુર્ગોના હસ્તે સંદલ ચઢાવવામાં આવશે. તા. ૧૫-૧૦-૨૦૨૩ ને રવિવારે ૫-૦૦ કલાકે મિલાદ-શરીફના કાર્યક્રમ બાદ હુઝુરે અકરમ રસુલુલ્લાહ (સ.અ.વ.) સાહેબના બાલ-મુબારકની જીયારત તેમજ રિફાઈ સિલસિલાના બુઝુર્ગોના પરંપરાગત પોષાક તથા પીર હઝરત સૈદ ઝેન્ગઆબેદીન રિફાઈ (રહે.) દ્વારા હસ્તલિખિત કાન-બારીક તથા કાબાશરીફના ગળાફ મુબારકના દિદાર કરાવવામાં આવશે. રાત્રે ઈશાંની નમાઝ બાદ રાતી એ રિફાઈના જલ્સા સાથે ઝર્બનો કાર્યક્રમ પણ યોજાશે અને ત્યારબાદ મહેફીલે સમા (કવ્વાલી) ના જલ્સામાં ભારતના મશહુર કવ્વાલો તેમના કલામો રજુ કરશે. અને તા. ૧૬- ૧૦–૨૦૨૩ ને સોમવારના રોજ ઝોહરની નમાઝ બાદ કુલ શરીફ ની રસ્મ અદા કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here