વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત” નો કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયો

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

મન કી બાત કાર્યક્રમ મા સાંસદ ગીતાબેન રાઠવા,ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ સહિત નર્મદા જિલ્લા ભાજપા ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

દર મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ” મન કી બાત” ના કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે સંબોધન કરતા હોય છે , આ કાર્યક્રમ દરમિયાન વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવે છે આ મન કી બાત કાર્યક્રમને વિવિધ વિસ્તારોમાં લોકો ધ્યાનપૂર્વક સાંભળતા હોય છે.આ કાર્યક્રમ થકી વણ જોયેલ અને વણ સાંભળેલી બાબતો જાણવા મળતી હોય છે.

ત્યારે વડાપ્રધાન ના “મન કી બાત” નાં કાર્યક્ર્મ નું આજ રોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . આજના એપિસોડ ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતિય જનતા પાર્ટી ના સૌ કાર્યકર્તાઓ એ એકત્રિત થઈને પ્રધાનમંત્રીજીના મન કી બાત કાર્યક્રમ ને નિહાળ્યું હતું .

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી એ ખાસ કરીને ખાદીના કપડાનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂકયો હતો સાથે જ હાલ મારી મિટ્ટી મારો દેશ કાર્યક્રમ કરવામાં આવ્યો ને ગુજરાત ના અંબાજી મંદિર ને ગબરના પહાડ પર જે મૂર્તિઓ વિશેપણ કહીયું હતું તે કાર્યક્રમ અંગે ચર્ચા કરી હતી, તે ઉપરાંત અનેક મુદ્દાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચર્ચા વિમર્શ કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ના મન કી બાત ના
આ કાર્યક્રમ દરમિયાન સાંસદ ગીતાબહેબ રાઠવા, ધારાસભ્ય ડો. દર્સનાબહેન દેશમુખ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી, પૂર્વમંત્રી શબ્દસરણ તડવી,જિલ્લા મહામંત્રી નિલભાઈ રાવ સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર પટેલ ની સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વિરાટ પ્રતિમા ના સાનિધ્ય માં “મન કી બાત” કાર્યક્ર્મ નો લ્હાવો લીધો હતો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here