ચૂંટણી પહેલા ભાજપમાં સૌથી મોટું ભંગાણ… ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાતા બદલાશે રાજકીય સમીકરણ..?

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. કાલોલ વિધાનસભા નાં કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટી માથી ધારાસભ્ય બનેલા અને પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ત્યારે મુળ કોંગ્રેસી ગોત્ર ધરાવતા પ્રભાતસિંહ ચૌહાણે પુનઃ ઘર વાપસી કરી લીધી છે. ફાગવેલ પરિવર્તન યાત્રામાં પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયાચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. ભાજપના પૂર્વ સાંસદ ફાગવેલ પરિવર્તન યાત્રામાં જોડાયા છે. પંચમહાલના પૂર્વ સાંસદ અને જી ગુજરાત સરકાર નાં માજી મંત્રી પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. મહત્વનું છે કે, આજે કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને અમિત ચાવડાએ તેઓને ખેસ પહેરાવી આવકાર્યા હતા. પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસ છોડીને વર્ષ ૧૯૯૫ માં ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ વિધાનસભા ચૂંટણીથી પ્રભાતસિંહ ચૌહાણ કાલોલ વિધાનસભાના ધારાસભ્ય તરીકે વર્ષ ૨૦૦૭ સુધી રહ્યા હતા. જે બાદ વર્ષ ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં પ્રભાતસિંહ ચૌહાણને ગોધરા વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ખસેડી અને કાલોલ બેઠક ઉપર અરવિંદસિંહ રાઠોડને ટિકિટ ફાળવવામાં આવી હતી ત્યારબાદ ભાજપ દ્વારા તેઓને પંચમહાલ લોકસભાની બેઠક માટે ઉમેદવાર બનાવેલ જેમા તેઓએ કોંગ્રેસ નાં શંકરસિંહ વાઘેલા ને હરાવેલ જોકે વર્ષ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર રતનસિંહ રાઠોડને ઉમેદવાર તરીકે જાહેર કરતા પ્રભાતસિંહે જાહેરમાં બળાપો વ્યક્ત કરી ભાજપ અને જેઠાભાઈ ઉપર આક્ષેપો કર્યા હતા.ત્યારથી તેઓ ભાજપ થી નારાજ થઈ ગયા હતા વધુમા જયારે ગત વિધાનસભા ચૂંટણી-૨૦૧૭ માં ભાજપ દ્વારા તેઓએ કાલોલ વિધાનસભા બેઠક પર પોતાને અથવા પોતાની પત્ની રંગેશ્વરી બેન માટે ટિકિટ માંગી હતી પરંતુ પ્રભાતસિંહ ચૌહાણની પુત્રવધુ સુમનબેન ચૌહાણને ટિકિટ આપવામાં આવી હતી. સુમનબેન ચૌહાણ ૫૦,૦૦૦ મતથી કાલોલ બેઠક ઉપર વિજયી બન્યા હતા. ચાલુ વર્ષે પણ નિરીક્ષકો સમક્ષ પ્રભાતસિંહે કાલોલ અને ગોધરા બેઠક પરથી ટીકીટ માંગી હતી. પંચમહાલ જીલ્લામાં ખાસ કરીને કાલોલ ગોધરા અને હાલોલ વિધાનસભા બેઠક પર બહોળું પ્રભુત્વ ધરાવતા પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસ માં જતા ભાજપ ને મોટો ફ્ટકો પડી શકે તેમ છે કોઈ પણ વ્યકિત નુ ગમે તેવુ કામ હોય ત્યારે પ્રભાતસિંહ ચૌહાણ તેને બનતી મદદ કરી છે જે તેઓનું જમા પાસુ છે નાનામાં નાના કાર્યકર ને નામજોગ ઓળખાણ પણ મતદારોને તેઓ તરફ આકર્ષે છે. વર્ષ ૧૯૯૨ માં કોંગ્રેસ દ્વારા તેઓને ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવાર ગબાભાઇ ચૌહાણ ને જીતાડી લાવવામાં તેઓનો સિંહ ફાળો હતો.મીડિયા સાથે વાતચીત દરમિયાન તેઓએ કાલોલ અથવા ગોધરા બેઠક પરથી ચૂંટણી લડવાનાં સંકેત આપેલ છે ત્યારે કાલોલ અને ગોધરા બેઠક આગામી દિવસોમાં વિધાનસભા ની ચુંટણી નો જંગ રસપ્રદ બની રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here