કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દિગ્વિજય દિવસની ઉજવણી કરાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કાલોલ તાલુકા અને નગર દ્વારા દિગ્વિજય દિવસની ઉજવણી કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને યુવાનો દ્વારા ફુલહાર ચઢાવી પુષ્પ અર્પણ કરી સ્વામી વિવેકાનંદના જીવન કાર્યોને વાગોળ્યા હતાં. આજે 11 સપ્ટેમ્બરને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા દિગ્વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં 11 સપ્ટેમ્બર 1893 ના રોજ સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદમાં આપણાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને આખી દુનિયાની સામે ભારતનું નેતૃત્વ કરી દેશની છબી બદલી હતી તેમણે કહ્યું હતું કે મને ગર્વ છે કે હું એક એવા ધર્મમાંથી આવું છું જેને દુનીયાને સહનશીલતા સર્વ ભૂમિક સ્વીકૃતિનો પાઠ ભણાવ્યો છે.

આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના તાલુકા સંયોજક તેજસભાઈ પરમાર, મુકેશભાઈ સોલંકી, જીગરભાઈ સોની, નગર સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય અને હર્ષિલ પડયાં, RSS ના નગર કાર્યવાહ અચલભાઈ જોશી,ભાજપ મહામંત્રી કિરણસિંહ સોલંકી અને જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ વિરેન્દ્ર સિંહ પરમાર ની સાથે તાલુકા અને નગરનાં યુવાનો હાજર રહ્યાં હતાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here