રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
2 ગોલ્ડ સહિત 11 મેડલ મેળવી રાજપીપળા નું નામ રોશન કર્યુ
રાજ્યક કક્ષા ની ૨૦૨૩-૨૪ SGFI તેમજ ગુજરાત જિન્માસ્ટિક એસોસીએસન દ્વારા સુરત ખાતે આયોજિત તા. ૨૮ થી ૩૦ મી નવેમ્બર ૨૦૨૩ દરમિયાન જિન્માસ્ટિકની વિવિધ રમતો યોજાઇ હતી. જેમાં નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા ખાતે ની શ્રી અંબુભાઇ પુરાણી હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ રમતની સ્પર્ધામાં કોચ શ્રીમતી હિરલબેન તેમજ ટ્રેનર ભાર્ગવભાઇના માર્ગદર્શન હેઠળ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ ૨ ગોલ્ડ, ૭ સિલ્વર, ૨ બ્રોન્ઝ સહિત કુલ ૧૧ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ શાળા સહિત રાજપીપળા નું નામ રોશન કર્યું છે.