નસવાડીના તબીબની બાઇક સાથે ભૂંડ અથડાતા સર્જાયો અકસ્માત

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડીમા વધતો જતો ભૂંડોનો ત્રાસ

રાહદારીઓ સહીત વાહન ચાલકો પણ ભૂંડોથી હેરાન પરેશાન

ગત રોજ નસવાડી નગરના માહીર તબીબ ડો.ઇમ્તિયાઝ મેમણ ને નડ્યો અકસ્માત જે નસવાડી ખાતે વધતા જતા ભૂંડ ના કારણે ખેતરો મા તો ખેડુતો ને નુકશાન થાય જ છે પણ હવે તો આ રખડતા ભૂંડો રાહદારીઓ અને વાહન ચાલકોને પણ નળી રહ્યા છે અગાવ પણ ગ્રામ પંચાયત ખાતે મૌખિક રજૂઆતો કરી છે છતા પણ આજદિન સુધી આ જાનલેવા ભૂંડો નો કોઈ નિકાલ આવ્યો નથી અને કોને જાણે આ ભૂંડો ને નસવાડી ખાતે રખડતા છુટ્ટા મુકી દેવામા આવ્યા છે.આ રખડતા ભૂંડો નો માલિક કોણ? અને જો માલિક છે તો પછી જવાબદારી કોની? આ નુકશાન પહોંચાડે છે તેનુ શુ? તેવા અનેક સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે તો આ બાબતે તંત્ર સજાગ થાય અને આ ભૂંડો ની પ્રજાતિ જે વધી છે તેનુ નિરાકરણ ક્યારે આવશે? તેવા સવાલો નસવાડીની પ્રજા પૂછી રહી છે તંત્ર જાણે ઊંઘમાં હોય તેમ લાગી રહ્યુ છે શું?ભૂંડો ને નસવાડી ખાતે છોડવાની પરમિશન કોણ આપેછે અને આપેછે તો આ રખડતા ભૂંડો થી થતા ફાયદા શુ છે? ખરેખર તો આ એક નસવાડી મા વધતો જતો ઉપદ્રવ છે પરંતું જો આ ભૂંડો થી નુકશાન થાય છે આજે આ તબીબ પોતાના પરિવાર સાથે કામ અર્થે સાવ ધીમી ગતીએ નીકળ્યા હતા અને અચાનક ભૂંડ આવી બાઇક સાથે અથડાતા તે ગબડી પડ્યા હતા અને એક ક્ષણ તો એવુ લાગી રહ્યુ હતુ કે બેભાન થઈ ગયા પરંતું લોકો ત્યાં પોહચી જતા તબીબ અને એમના વાઈફ ને ઉપાડી સાઈડ પર બેસાડ્યા હતા અને થોડીવાર પછી રિલેક્સ થતા ક્લિનિક પર લઈ જવાયા હતા ત્યાં તેમની સારવાર કરવામાં આવી અને પગ મા ગંભીર ઇજા થઈ હોવાનુ અનુમાન લાગી રહ્યુ હતુ પરંતું પોતે તબીબ હોવાને કારણે સારવાર લઈ ઘરે લઈ જવામાં આવ્યાં હતાં પરંતું આવા ભૂંડો ને કારણે કેટલાક અકસ્માત નસવાડી તાલુકા મા થઈ ચુક્યા છે અને કેટલાક ના હાથ પગ પણ તૂટ્યા છે પણ તંત્ર અને ભૂંડો ના માલિક ને કઈ પડેલી જ નથી લોક ચર્ચા મા જાણવા મળેલ છે કે આ ભૂંડો થી થતા અકસ્માત ને રોકવા માટે ભૂંડો ના જે રખેવાળ હોય તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી સજા ને પાત્ર કરવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here