બોડેલી તાલુકાના મોટી બુમડી ગામેથી વન વિભાગના અધિકારીઓએ રૂપિયા ૨૦,૦૦૦ /ના ખેરના લાકડા ભરેલા ટેમ્પો સાથે ડ્રાઇવરની અટક કરી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકામાં મોટેભાગે ખેરની તસ્કરી થતી હોવાનું જગ જાહેર છે ત્યારે આજરોજ વહેલી સવારે છ કલાકની આસપાસ ડીએફઓ વી.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ બોડેલી આરએફઓ એ.કે.રાઠવા તથા તેમની ટીમના બીટગાડૅ રતનભાઇ રાઠવા,અરુણાબેન દાયરા,કુસુમબેન બારીયા અને જીગ્નેશભાઈ પટેલ બાતમીના આધારે બોડેલી તાલુકાના મોટીબુમડી ગામેથી ટેમ્પો ખેરનું લાકડું ભરી નીકળવાની માહિતીને આધારે મોટી બુમડી નજીક વોચ ગોઠવતા એક ટેમ્પો પસાર થતા ટેમ્પાને અટકાવવાનો પ્રયાસ કરતા ખેર માફિયાએ ટેમ્પો રોક્યો હતો અને આરોપી ટીમને ચકમો આપી ભાગવાની શરૂઆત કરી હતી. મોટીબુમડીથી અધિકારીઓ ફિલ્મ ઢબે પીછો કરતા હતા આખરે સવારે છ કલાકે ટેમ્પોને અટકાવ્યો હતો. જેમાંથી ટેમ્પો ચાલક રાજુ ગોરઘન તડવી,રહે.નાગરવાડા,તા.સંખેડાને પકડી લેવામાં આવ્યો હતો ડ્રાઈવરની પુછપરછ કરતાં ખેરના લાકડાંનો મુખ્ય સૂત્રધાર ઓજેફા જલાલી રહે.બામરોલી,તા.બોડેલીનો હોવાનું જાણવા મળ્યું છે ટેમ્પામાં રૂપિયા ૨૦,૦૦૦ હજાર ના ખેરના લાકડા સાથે ટેમ્પો પકડવામાં આવ્યો હતો જેથી ભારતીય વન અધિનિયમ 1927ની કલમ હેઠળ વાહન જપ્ત કરી જબુગામના ડેપો ખાતે જમા કરેલ છે હજુ સુધી ખેર માફિયાઓને પકડવાના બાકી છે પ્રકરણમાં ઊંડી તપાસ કરવામાં આવે તો મોટા માથાઓ બહાર આવે અગાઉ પણ એક ખેરનો ટેમ્પો પકડાયો હતો (ફોટો વિગત): રૂ.૨૦ હજાર ના ખેરના લાકડા સાથે બોડેલી વન વિભાગના અધિકારીઓએ ટેમ્પો ડ્રાઇવરને દબોચી લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here