રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
દેડીયાપાડા ખાતે મહિન્દ્રા શૉ રૂમ પર ગયેલ યુવાન પરત ન ફરતા પોલીસ ફરિયાદ
રાજપીપળા પાસે ના ધમણાચા ગામ ખાતે રહેતો 38 વર્ષીય વિરાંગ પ્રવીણભાઈ પટેલ ના ઓ નો તા 29 મી ના રોજ ડેડિયાપાડા ખાતે ના મહિન્દ્રા શૉ રૂમ ઉપર રિકવરી માટે ગયો હતો જે પોતાના ઘરે પરત ન ફરતાં પરીવાર જનો માં ભારે ચિંતા ફેલાઈ હતી, સગા સબંધીઓ સહિત મિત્ર મંડળ માં શોધખોળ કરી પરંતું કોઈજ ભાડ ન મળતાં રાજપીપળા પોલીસ મથક મા ગુમ થયેલા ની જાણવાં જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.