મોડાસા સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ભાઈ-બહેનના પ્રેમના રક્ષાબંધન પર્વ પર મોડાસાના સબજેલ ખાતે સજા ભોગવી રહેલા કેદીઓને સગી બહેનો એ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી..મોડાસા સબજેલ ખાતે 126 કેદીઓની બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે માહોલ ગમગીન બન્યો હતો અને કેદી ભાઈઓ અને બહેનોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગતા દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા .મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધન પર્વ પર રક્ષાબંધન નિમિતે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતા બહેનોએ જેલ સુપ્રિટેન્ટન્ટ અને પોલીસ કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રાખડી બાંધીને પરત ફરતી બહેનોની આંખમાં ભાઈ ક્યારે સજા ભોગવી ઘરે પરત ફરશે તેને લઈને અશ્રુ વરસાવી રહી હતી.દરેક બહેન રાખડીના તાંતણે પ્રાર્થનાઓ રૃપી કવચ પોતાના ભાઈના હાથે બાંધીને ભાઈની સલામતિ અને સુખની મંગલ કામના કરીને ભાઈની લાંબી આવરદા માટે ભગવાનની પ્રાર્થના કરી હતી.અને ભાઈઓએ રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here