મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
આજે મુસ્લિમ ધર્મમાં ધૈર્ય, શ્રદ્ધા અને સંયમનું અનુકરણ કરાવતા પવિત્ર રમઝાન માસનો મહિનો પૂર્ણ થઈ ગયો છે આજરોજ ઇદનો ચાંદ દેખાઈ આવતા તમામ રોજદારો સહિત મુસ્લિમોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે, જેમાં મોડાસા નગરના એક માસૂમ આઠ વર્ષના હાસિમે પોતાના પર રોજા ફર્ઝ ન હોવા છતાં આખા મહિનાના રોજો પૂર્ણ કરી ભુખ અને તરસ ઉપર વિજય મેળવ્યો હતો.. જેને ઇસ્લામી ભાષામાં એવું કહી શકાય કે ધૈર્ય અને સંયમ દાખવી અલ્લાહના હુકમનું પાલન કર્યું હતું… આઠ વર્ષની કુમળી વયે રોજો રાખનાર હાસીમ એ જુનેદભાઈ પટેલ નો પુત્ર છે.. અને મોડાસા નગરના પ્રખર સમાજ સેવક જુબેર ભાઈ બુલાનો ભાણિયો છે… હાલની કાળઝાળ ગરમીમાં 14 કલાક ભૂખ્યા તરસ્યા રહી રોજો રાખનાર એક માસુમ દીકરાએ અલ્લાહની મન ભરીને ઈબાદત કરી હતી અને એક ઉદાહરણ પુરૂ પાળ્યુ છે જે મોટા માણસો નથી કરી સકતા તે આ નાના દીકરાએ કરી બતાવ્યું છે તેમજ આ હાસિમે રોજો રાખી દેશ દુનિયા અને પરિવાર માટે ખુબ દુવાઓ કરી હતી અને પટેલ પરિવારે દિકરા સાથે રોજો ઇફ્તાર કરી રોજો ઇફ્તારના વધામણાં કરવામાં આવ્યા હતા.