બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના જબુગામ ગામ પાસેથી કિ.રૂ.૨,૨૯,૫૮૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નાઓએ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા અને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ….જે અન્વયે વિ.એસ ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના મેરીયા નદીના પુલથી આગળ જબુગામ તરફ જવાના રસ્તા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૨,૨૯,૫૮૦/- નો મુદામાલ સાથે હેરાફેરી કરવા બોલેરો ફોર વ્હિલર ગાડી જેનો રજી નં.GJ-08-AJ-2860 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
 કબજે કરવામાં આવેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલો નંગ.૨,૦૭૪ કિ.રૂ.૨,૨૯,૫૮૦/-
(૨) બોલેરો ફોર વ્હિલર ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- કુ.કિ.રૂ.૦૭,૨૯,૫૮૦/-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here