માલપુર પો.સ્ટે ખાતે નોધાયેલ મારા મારીના ગુન્હામાં છેલ્લા આઠેક માસથી નાસતો-ફરતો આરોપીને માલપુર ચોકડી પાસેથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્દસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા I/C પોલીસ અધિક્ષકશ્રી,વિજય પટેલ,સાહેબ અરવલ્લીનાઓએ જિલ્લામાં નાસતા ફરતાં આરોપીઓ ને પકડી પાડવા માર્ગદર્શન/સુચનાઓ આપેલ હતી.
જે આધારે શ્રી કે.ડી.ગોહીલ,પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી.મોડાસા નાઓએ એલ.સી.બી સ્ટાફના અધિકારી/કર્મચારીઓને જિલ્લામાં નાસતા ફરતાં ઇસમોને ઝડપી પાડવા જરૂરી બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવાસુચનાઓ આપેલ હતી.જે અન્વયે એલ.સી.બી.સ્ટાફના માણસો માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા માલપુર ચોકડી તરફ જતાં બાતમીરાહે હકીકત મળેલ કે માલપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુર.નં.૧૧૧૮૮૦૦૬૨૩૦ ૦૫૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ.૩૨૩,૫૦૪,૫૦૬(૨‌),૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભીખાભાઇ શંકરભાઇ વાદી રહે.તુંબલીયા તા.મેઘરજ જી.અરવલ્લી નાનો માલપુર ચોકડી નજીક ઉભેલ છે.તેવી બાતમી હકીકત આધારે સદર જગ્યાએ જતાં સદરી ઇસમ ભીખાભાઇ શંકરભાઇ વાદી ઉવ.૫૨ રહે.તુંબલીયા તા.મેઘરજ જી.અરવલ્લી નાઓ મળી આવતા સદરી આરોપી ને ઉપરોકત ગુન્હા કામે સી.આર.પી.સી.ક.૪૧(૧) આઇ મુજબ આજરોજ ક.૧૧/૩૦ વાગે અટક કરી માલપુર પો.સ્ટે તરફ મોકલી આપવામાં તજવીજ કરવામાં આવેલ છે
આરોપી –
ભીખાભાઇ શંકરભાઇ વાદી રહે.તુંબલીયા તા.મેઘરજ જી.અરવલ્લી
કામગીરી કરનાર ટીમ‌‌ –
(૧) શ્રી કે.ડી.ગોહિલ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. મોડાસા.
(ર) શ્રી.એસ.કે.ચાવડા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી. મોડાસા.
(૩) એ.એસ.આઇ.અનિલકુમાર અંબાલાલ એલ.સી.બી. મોડાસા.
(૩) અ.હે.કો.કલ્પેશસિંહ કરણસિંહ એલ.સી.બી. મોડાસા.
આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લીનાઓએ મારા મારીના ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here