પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીના ડે.ડી ડી ઓ મનસ્વી વલણ દાખવતા હોવાની રજુઆત સાથે તલાટી મંડળએ જીલ્લા કલેકટર શ્રી અને ડી ડી ઓ શ્રીને આપ્યું આવેદન પત્ર…

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ડે.ડી ડી ઓ તલાટીઓ પર કોઈ પણ પ્રકારની પ્રાથમિક કે ખાતાકીય તપાસ કર્યા વગર મનસ્વી વલણ દાખવતા હોવાની હય્યાવરાળ…

તા. ૩૧/૦૮/૨૦૨૩ ના રોજ પંચમહાલ જીલ્લા તલાટી કમ મંત્રી મહામંડળના હોદ્દેદારો સહીત જીલ્લાના તલાટી કમ મંત્રીઓ સાથે મળી તલાટીઓ ઉપર ડે.ડી ડી ઓ ધ્વારા કોઈ પણ પ્રકારની પ્રાથમિક ખાતાકીય તપાસ વગર મનસ્વી વલણ દાખવવા બદલ આજ રોજ આવેદન પત્રથી જીલ્લા ડી ડી ઓ શ્રી ને અને જીલ્લા પંચાયત કચેરીથી જીલ્લા સેવાસદન સુધી રેલી સ્વરૂપે જીલ્લા કલેકટરશ્રીને આવેદન પત્રથી રજુઆત કરવામાં આવી હતી. જેમાં મોરવા (હ) તાલુકાના વંદેલી ગામમાં છેલ્લા એક વર્ષથી પંચાયતના વિવિધ વિકાસ લક્ષી ૬૩ જેટલા કામોની અરજદાર શ્રી ધ્વારા તપાસ કરવા ડે. ડી ડી ઓ શ્રીને રજુઆત કરતા તેમાં સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી સ્થળ હાજર રહી ડે.ડી ડી ઓને થયેલા કામો બતાવવામાં આવેલ અને સ્થળ પર થયેલા કામો બરાબર છે તેમ ડે.ડી ડી ઓ ને જણાવેલ ત્યારબાદ અચાનક કોઈ રજુઆત સિવાય મેહસુલ વિભાગના કર્મચારીઓને સાથે રાખી તપાસ કરી એહવાલમાં ૪૦ કામોમાં ગેર રીતીઓ આચરેલ હોવાનો એહવાલ તૈયાર કરી ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરતા આમ અ.મ.ઈ. શ્રી જેવા સરકારી કર્મચારી શ્રી ઓની ભૂલો સિવાય કાર્યવાહીનો ભોગ તલાટી કમ મંત્રીશ્રીઓ બને છે. અને આ રીતે ઘોઘંબા તાલુકાના પાલ્લા માલુ અને જોરાપુરા (વા) ગામમાં તપાસ ઉભી કરી કોઈ પ્રકારના આધાર પુરાવા વગર સીધી તલાટીઓ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી . ગોધરા તાલુકાના નદીસર ગામમાં પણ કોઈ પણ પ્રકારની પ્રાથમીક તપાસ કર્યા વગર તલાટીઓ પર સીધી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આમ અધિકારીશ્રી ધ્વારા કરવામાં આવતા મનસ્વી વલણથી પંચમહાલ જીલ્લા તલાટી કમ મંત્રીશ્રીઓના ફરજ પ્રત્યે ઉદાસીનતા તેમજ માનસિક ઘેર પ્રત્યાઘાત પડેલ છે લોકશાહીમાં આવી ગંભીર ફરિયાદ પેહલા એક થી બે વાર સંભાળવાની અને તપાસવી તક આપવામાં આવે અને તલાટીઓ પર આવી રીતે મનસ્વી વલણ દાખવી તાલાટીશ્રીઓ અને કર્મચારીઓને સાંભળવામાં નહિ આવે તો જીલ્લા મંડળ અને ગુજરાત રાજ્ય મંડળ સાથે મળીને આગામી કાર્યક્રમ નક્કી કરવામાં આવશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here