માંગરોળ નગર પાલિકાની બેદરકારીને કારણે રખડતા ઢોરએ માસુમ બાળકીને ઇજાગ્રસ્ત કરી..!!

માંગરોળ,(જૂનાગઢ) આરીફ દીવાન (મોરબી :-

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે રાજકીય નેતાઓ પ્રજાલક્ષી કાર્ય ક્યારે કરશે!?

એક તરફ વિધાનસભા 2022 અંતર્ગત ગાંધીનગર અને દિલ્હીથી નેતાઓ ગુજરાત અને સૌરાષ્ટ્ર ની મુલાકાત કરી પ્રજાની પીડા ને દૂર કરવાની વાતો કરી રહ્યા છે તો બીજી તરફ સમસ્યાઓ અટકવાનું નામ જ લેતી હોય તેમ ઘટનાઓ બની રહી છે આવું જ કાંઈક જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગર પાલિકાની બેદરકારીને કારણે નિર્દોષ આઠ વર્ષની બાળકી ઇજાગ્રસ્ત બન્યા ના સમાચારો મળી રહ્યા છે અને ઘરમાં પણ જરૂરિયાત વસ્તુ ઉપર મોટું નુકસાન કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
તેને જાણવા મળતી વિગત એવી છે કે જુનાગઢ જિલ્લાના માંગરોલ શહેરમા દિન પ્રતિદિન રેઢીયાર ઢોર અને ખૂંટીયાઓનો આતંક વધતો જાય છે.અમૂક એન.જી.ઓ. અને સંગઠનોએ અનેકવાર લેખીત રજુઆતો અને આવેદનપત્રો આપ્યા હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશોના પેટનુ પાણી પણ હલતું નથી.ખાડા ખબચા વાળા બિસ્માર રસ્તાઓ, કચરાના ઠેર ઠેર ઢગલા તથા ગંદકી,ધુળની ડમરીઓ આ બધી વેદના તો શહેરના લોકો સહન કરી જ રહ્યા છે ઉપરથી રખડતા પશુઓ અને ખૂંટીયાઓની કુસ્તીના ખેલ થી પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે. પરમ દિવસે રાત્રી ના સમયે જુમ્મા મસ્જિદ પાસે આવેલ તાઈ વાડા તરીકે ઓળખાતા રહણાંક વિસ્તારમા ના એક મકાન મા બે ખૂંટીયાઓ ઝગડતાં ઝગડતાં ઘૂસી ગયેલ અને આ ઘરની તમામ ઘર ઘરવખરીને ભારે નુકશાન પહોંચાડેલ જેમા કબાટ,ટીવી,પલંગ વગેરે નો પણ કચ્ચરઘાણ કરી નાખેલ અને એક ગરીબ પરિવાર ને અંદાજે પચાસથી સાઈઠ હજાર રુપીયાનુ નુકશાન કરેલ તથા ઘરમા ભર નિંદ્રામા સૂતેલી આઠ વર્ષ ની બાળકી ને ઈજાઓ પહોંચાડેલ જેને સરકારી હોસ્પિટલે લઈ જવી પડેલ. માંગરોલ મા ખૂંટીયા યુદ્ધ સામાન્ય બાબત થઈ ગઈ છે અને જનતાને પણ સહન કરવાની આદત પડી ગઈ છે.આ અગાઉ પણ બંદર ઝાપા વિસ્તાર મા એક પુરુષ ને અડફેટે લઈ ને ખૂંટીયાઓ એ ગંભીર ઈજા પહોંચાડેલ અને આજ સુધીમા લગભગ ત્રણ લોકો આ ખૂંટીયાઓના યુદ્ધ મા પોતાનો જીવ ગુમાવી બેઠા છે.ઘોર નિંદ્રા મા સુતેલું પાલિકા તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા મા સુતું હોય તેવી ભૂમિકા ભજવી રહ્યું છે.આ સમસ્યા નો તાત્કાલિક અંત આવે અને જવાબદાર લોકો ઉપર કાયદાકીય પગલા ભરાય અને માંગરોળ ની પ્રજા ના જીવ,વાહનો અને મકાનો તથા દુકાનો ખૂંટીયાઓ ના ત્રાસથી બચે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સમયસર તંત્ર દ્વારા યોગ્ય કાર્ય કરવામાં નહિ આવે તો આવનાર સમયમાં એ આઈ એમ આઈ એમ ના જૂનાગઢ જિલ્લા પ્રમુખ માંગરોળ મતદાર પ્રજા સાથે રહી દેખાવ પ્રદર્શન કરી તંત્રની બેદરકારી ખુલી કરી પ્રજા હિત કાર્ય કરવામાં આવશે એવું એક અખબારી યાદીમાં સુલેમાનભાઈ પટેલે જણાવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here