લુંટ મારામારીના 24 ગુનાઓમા સહિત હત્યાની કોશિસ જેવા ગુનાઓનો વોન્ટેડ આરોપી અમરેલી LCB પોલીસે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ ;-

પોલીસ મહા નિર્દેશક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 7/11 /22 થી 21/11/22 સુધી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવ નું આયોજન કરાયું હોય ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર નાઓ એ ભાવનગર રેન્જ ના જીલ્લાઓ માં નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવાની સુચના અને અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર્સિહ દ્વારા પોલીસ વિભાગ ને માગૅદશૅન આપવામા આવતા અમરેલી જીલ્લા LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ નાઓ એ તેમની ટીમ સાથે લુંટ, મારામારી સહિત હત્યા ની કોશિસ સહિત ફરજ માં રૂકાવટ જેવા ગંભીર ગુનાઓ કરી નાસતો ફરતો વોન્ટેડ આરોપી રાજસ્થાન ખાતે થી ઝડપી પાડયો હતો.

આરોપી શિવરાજ ઉર્ફે સિવા વાલાભાઈ ધાખડા ઉ. વર્ષ.33 ના ઓનો રહે. મુળ ગામ વડ , રામજી મંદિર પાસે, તા. રાજુલા જીલ્લો. અમરેલી હાલ રહે.રાજુલા, સરસ્વતી સ્કૂલ પાસે ના ઓ નો રાજસ્થાન ખાતે ફરાર થઈ પોલીસ થી લપાતો છૂપાતો હતો જેની સામે ખાંભા પોલીસ મથક માં નોંધાયેલું હત્યા ની કોશિસ ના ગુના, સહિત રાજુલા પોલીસ મથક મા નોંધાયેલ લુંટ ના ગુના ઓમા સંડોવાયેલ હોય ને છેલ્લાં ઍક વર્ષ થી નાસતો ફરતો હતો, જે પોલીસ ના હાથ લાગતો નહોતો ,આ આરોપી વિરૂદ્ધ અદાલત માથી સી. આર. પી. સી. ની કલમ 70 હેથળ વોરંટ પણ ઇસ્યૂ થયેલ હોય આ આરોપી ને અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ સહિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. વી. ગોહીલ સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ટેકનિકલ સર્વેલન્શ અને પોલીસ ના બાતમી દારો ની બાતમી આધારે સિરોહી, રાજસ્થાન ખાતે થી ઝડપી પાડયો હતો. અને જેલ ભેગો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમરેલી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપેલા આ આરોપી સામે રાજુલા, નાગેશ્રી, ગીર ગઢડા, સાવરકુંડલા સહિત ખાંભા પોલીસ મથકો માં લુંટ, મારામારી સહિત સરકારી કામગિરી માં રૂકાવટ, હત્યા ની કોશિસ જેવા 24 ગુનાઓ નોધાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here