મખદૂમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મખદૂમ પ્રાયમરી સ્કૂલ-મખદૂમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શિક્ષક ટ્રેનિંગ વર્કશોપનું આયોજન…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

●કાર્યક્રમની શરૂઆત મખદૂમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શિક્ષિકા મહેજબીન મેઘરેજીએ તીલાવતે કુરઆનથી કરી હતી, ત્યારબાદ સુરતથી આવેલ સ્પેશિયલ ટ્રેઇનર મો.અલી સૈયદ સરનું બુકેથી સ્વાગત સંસ્થાના પ્રમુખ મો.નઇમભાઈ મેઘરેજી દ્વારા તેમજ શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય મ.શાહિદ દાદુ સર દ્વારા કરવામાં આવ્યું હતું.
અને અલગ અલગ એજ્યુકેશનલ મેથડ્સ, અસરકારક અધ્યાપન કાર્ય, સાંપ્રત સમયમાં શિક્ષકને અપડેટ્સ થવું કેટલું જરૂરી છે, પ્રશ્નોત્તરી, ટિચિંગ ટેક્નિકસ, ક્લાસ શિક્ષણ કાર્ય માટેની વિવિધ સરળ રીતોની અલગ રીતે ટ્રેનિંગ કાર્યક્રમનું સંચાલન આચાર્ય મ.શાહિદ દાદુ સરના માર્ગદર્શન હેઠળ મખદૂમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્યા ખાલક સહાના મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું..
આ સમયે સંસ્થાના પ્રમુખ, સેક્રેટરી, ઉપપ્રમુખશ્રીઓ , ઓ.જો.સેક્રેટરીશ્રીઓ, ચેરમેનશ્રીઓ,કૅમ્પસ ડાયરેક્ટરશ્રીઓ, આચાર્યશ્રીઓ તેમજ શિક્ષક મિત્રો હાજર રહયા હતા અને એક દિવસીય ટિચર્સ વર્કશોપ સારી રીતે પૂર્ણ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here