ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિામાની પરમઉલ્લાસભેર ભકિતભાવ પૂર્વક ઉજવણી કરાઈ..

અમદાવાદ, મુસ્તુફા મિર્ઝા (કાલોલ) :-

આ પ્રસંગે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું…

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન જ્ઞાનમહોદોધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ઓનલાઇન માધ્યમથી સંતો હરિભક્તોને ગુરુપૂર્ણિમાના દિવ્ય આશીર્વાદ પાઠવ્યા હતા અને ગુરુપૂર્ણિમાની દિવ્ય અવસરનો મંગલમય પ્રારંભ કરાયો હતો.

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં દિવ્ય સાનિધ્યમાં તથા પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અનુજ્ઞાથી મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી,સદ્ગુર શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, સદ્ગુર શ્રી મહામુનીશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનીભૂષણદાસજી સ્વામી તથા મોટેરા સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વે પૂજન, અર્ચન, આરતી ખરી ભકિતભાવ પૂર્વકની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતીય સંસ્કૃતિમાં અને તેમાં પણ ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ગુરૂનો મહિમા ખૂબ જ મહત્વ ધરાવે છે. ગુરુ શબ્દ બે શબ્દોનો બનેલો છે. “ગુ” અંધકાર અને “રુ” પ્રકાશની યુતિ છે. આમ, ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ. ગુરુ એ એવું સરોવર છે જેના સાન્નિધ્યમાં વ્યક્તિ ફક્ત જ્ઞાન જ નથી અર્જિત કરતો પણ જીવનમાં આવનાર મહત્વના સમય વિશે અને એ સમયને કેવી રીતે પસાર કરવો એ વિશે પણ આત્મબળ પ્રાપ્ત કરે છે. ગુરુ હિંમત આપે છે કે કોઈપણ કસોટીથી ડરો નહીં એ તમારા સારા માટે થતી હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિ આટલી જે ઉચ્ચ સ્થાને છે એ સ્થાનને જાળવી રાખવામાં ગુરુજનોનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે અને રહેશે. ગુરુ તો જ્ઞાન – વિવેકથી છલોછલ ભરેલો ચરુ. એ ચરુમાંથી જેટલો ખજાનો તમે અર્જિત કરવા સમર્થ બનો એટલો કરી લેવો જોઈએ. કારણ ગુરુનો આવો મહિમાનો લાભ જે તે સમયે ન લેનારને ઘણી વાર પસ્તાવાનો વારો આવે છે, પણ ત્યારે ઘણું મોડું થઈ જાય છે.

આ દિવ્ય પાવનકારી અવસરે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો હરિભક્તોએ સાથે મળી રકતદાન પણ કર્યું હતું.

આ પ્રસંગે મહંત સદ્ગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીજીએ જણાવ્યું હતું કે, ભગવાનની ભક્તિ વિનાનો ખાલી દિવસ ન જવો જોઈએ. “વ્યર્થકાલો ન નેતવ્યો, ભક્તિ ભગવતો વિના” કારણ કે વાણીનો વ્યય વિનાશ નોતરે છે. ગુરુજીએ જે પાઠ વિદ્યા આપી હોય તેનું સમયે સમયે પઠન કરવું ,ગુરુજીના શબ્દો પર ધ્યાન રાખીને શબ્દે શબ્દને યાદ રાખવા અને ન સમજાય તો નમ્ર બનીને પૂછવું. નવરાશની વેળામાં ગુરુના મહિમા તથા ભગવાનના સર્વોપરીપણાની વાતો જ વાગોળ્યા કરવાની. મુમુક્ષુ માટેનો આ સમય તનને અને મનને કેળવવાનો સમય છે. માટે આવા સમયમાં ગુરુની પાસે આધ્યાત્મિક શિક્ષણ અને સેવાનું શિક્ષણ મેળવ્યું હશે તો જ જીવનમાં અખંડ શાંતિ વર્તશે અને તો જ આપણે સાચા અર્થમાં ગુરુપૂર્ણિમા ઉજવી કહેવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here