ભારત વિકાસ પરિષદ સિધ્ધપુર શાખા દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાયો

સિદ્ધપુર,(પાટણ)આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુર ભારત વિકાસ પરિષદ ની બહેનો દ્વારા ઉત્તર પ્રાંત ભારત વિકાસ પરિષદ નાં ઉપપ્રમુખ ઉર્વીશભાઇ પંડયાના માર્ગદર્શન નીચે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીદ્વારકાધીશના મંદિર ખાતે ભજનનો તેમજ ઈલાયચી નાં હિંડોળા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સુનીલભાઈ પરીખ ઉપરાંત મહિલાઓમાં કોકિલા બેન પટેલ, નીરૂબેન રાવ, પૂજાબેન શુક્લ, મનિષાબેન પરીખ, સંગીતાબેન મોઢ, જાગૃતીબેન ભાવસાર, નીતાબેન, કિરણબેન, અલ્પાબેન અને અનીતાબેન સાથે સાથે સંસ્થાની મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here