ભણશે ગુજરાત.. ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની.. શાળા પ્રવેશોત્સવની ભૂલકાઓના કલરવથી ગૂંજી ઉઠતો પ્રાથમિક શાળાઓ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ધારાસભ્ય અભેમિંગ તડવીએ શૈક્ષણિક કીટ આપીને બાળકોનું નામાંકન કરાવ્યું

બાળકોનું ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા મહાઅભિયાન એવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકાના કડીલા પ્રાથમિક શાળામાં સંખેડાના ધારાસભ્ય અભેસિંગ તડવીએ ૯ બાળકોનું ઉમંગ-ઉલ્લાસ સભર વાતાવરણમાં નામાંકન કરાવ્યું હતું.
શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકારના આ મહોત્સવમાં ભૂલકાઓને પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી, બેગ, શિક્ષાલક્ષી રમકડા આપીને વાજતેગાજતે આવકારવામાં આવ્યા હતા. અહી તાલુકાની તમામ આંગણવાડી, બાલવાટિકા અને ધો.-૧માં પ્રાથમિક શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બાળકોમાં ઉત્સાહનો સંચાર કરતા ધારાસભ્યએ વાલીઓ અને શિક્ષકોને ભાર વગરનું ભણતર આપવા તાકીદ કરી હતી. વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા પાસે નિયમિત હાજરીનું વચન માંગી શિક્ષકો-આચાર્ય સમક્ષ બાળકોની આરોગ્યલક્ષી સવલતો અને બાબતોનું ધ્યાન રાખવા સૂચના આપી હતી. ધારાસભ્યએ બાળકોને પણ લેખન કાર્ય કરાવ્યું હતું અને કેટલાક મૌખિક સવાલો પૂછ્યા હતા. તેમણે બાળકોને તમારા ધારાસભ્ય, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી કોણ છે તેવા સવાલો પૂછ્યા હતા. તેમણે તમામ બાળકો જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપી અભિનંદન પાઠવ્યા હતા. વાલીઓને સંબોધીને તેમને કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ૧૮ ગામડામાં આ અભિયાન એકી સાથે ચાલવામાં આવ્યું છે
બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર ભૂલકાના માતા જયોતિકાબેન બારયાએ જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવથી ખરા અર્થમાં મારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, તેમાં બેમત નથી. તેમણે કહ્યું કે, ભૂલકાઓનું શાળામાં માનભેર વાજતેગાજતે સ્વાગત કરવામાં આવે છે. તેમને નિ-શુલ્ક નવા પુસ્તકો સહિતની શૈક્ષણિક કીટ મળે છે. જેનાથી બાળકોના અભ્યાસ પ્રત્યેના ઉત્સાહ અને જિજ્ઞાસામાં વધારો થશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here