છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેજગઢ ફાટક પાસેથી કિ.રૂ.૩૦,૯૭૫/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને ટાટા ઇન્ડીકા ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…. જે અન્વયે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે તેજગઢ રેલ્વે ફાટક પાસે પ્રોહી-વોચ નાકાબંધી કરતા બે ઇસમોને તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૩૦,૯૭૫/- તથા ટાટા ઇન્ડીકા ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧,૮૭,૯૭૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં સી. પાર્ટ ગુ.ર.નં. ૦૨૫૪/૨૦૨૨ પ્રોહી એકટ ૬૫ એ ઇ, ૯૮ (૨), ૮૧, ૮૩ મુબનો ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
 કબ્જે કરવામાં આવેલ મુદામાલ ઃ-
ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં.૫૯ કિ.રૂ.૩૦,૯૭૫/-
ટાટા ઇન્ડીકા નંબર – GJ-06-BA-1618 કિ.રૂ.૧,૫૦,૦૦૦/-
મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૭,૦૦૦/-
કુલ કિ.રૂ.૧,૮૭,૯૭૫/-

 પકડાયેલ ઇસમોનું નામ ઃ-
(૧) મહેન્દ્રભાઇ પ્રકાશભાઇ કહાર તથા (૨) મહંમદમીયા હુસેનમીયા શેખ બન્ને રહે.ફતેપુરા હુજા ટેકરા, બાવચાવાડ, વડોદરા શહેર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here