છોટાઉદેપુર : ડિંડોર રાયસા, સિંહાદા અને પાનવડ ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવશે

બોડેલી, (છોટાઉદેપુર)-ચારણ એસ વી :-

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજયના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોર આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની શાળાઓમાં ઉપસ્થિ રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા કન્યા કેળવણીને ઉત્તેજન મળે તથા શાળામાં દાખલ થવ ઉંમરના તમામ બાળકોનું સો ટમા નામાંકન થાય એ માટે કન્યા કેળવણી મહોત્સવ અને શા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત આજે તા. ૧૩મી, જૂનના રોજ સવારે ૦૮:૦૦ કલાકેથી રાજયના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસા, સિંહાદા અને પાનવડ ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
શિક્ષણ મંત્રી સૌપ્રથમ કવાંટ તાલુકાના મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા રાયસા ગામે બાળકોને શાળા પ્રવેશ કરાવશે. ત્યારબાદ તેઓ સિંહાદા ગામે અને પછી તેઓ પાનવડ ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે એમ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here