બોડેલી નગરમાં કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી ફરી વખત યુવાન ભગાડી ગયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ની એક સોસાયટીમાં દસમા ધોરણમાં ભણતી ૧૬ વર્ષની સગીરાને એક યુવાન પ્રેમમાં લગ્નની લાલચ આપી ભગાડી જતા જેના પર શક હતો એ યુવાન પર સગીરાના પિતાએ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી હતી સગીરા ના પીતા ની ફરિયાદ ને આધારે બોડેલી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે પ્રાત્યો વિગત અનુસાર તારીખ ૫ નવેમ્બરના રોજ પાંચ વાગ્યાની આસપાસ પિતા માટે ઘરેથી સગીરા ચા લઈને નીકળી હતી ત્યારે માતાએ સગીરાના દુકાન પર આવેલ છે તેમ પિતાને પૂછતા ફોન કરીને ત્યારે પિતાએ જણાવ્યું હતું કે અહીં આવેલ નથી અને પિતાને ચિંતા થતા સગીરાના પિતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરી હતી અને સગીરાની બેનપણી બોડેલીમાં રહેતા ત્યાં તપાસ કરતાં પણ મળી આવેલ ન હતી આ બાળકીને અગાઉ લગ્નની લાલચ આપી અગાઉ ભાગી ગયેલ યુવાનના પિતાને ફોન કરીને પૂછતા ત્યારે તેઓએ જણાવ્યું હતું કે મારો પુત્ર પણ ૦૫:૦૦ વાગ્યાની આસપાસ ઘરેથી કપડા વગેરે લઈને નીકળી ગયેલ છે એ વાત કરતા કે યુવાન પર પૂરેપૂરો શક હોય તેમ યુવાન સગીરાને ફરીથી લગ્નની લાલચ આપી ભગાડી ગયો તેમ માલુમ પડતા સગીર ના પિતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બોડેલી પોલીસ સ્ટેશન ઇપીકો કલમ ૩૬૩,૩૬૬, મુજબ ફરિયાદ નોંધાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here