નર્મદા જીલ્લાના દેવસાકી ગામ ખાતે ઘરના વાડામા વાવેલા ગાંજાના છોડ એસ.ઓ.જી. પોલીસ અને સાગબારા પોલીસે ઝડપી પાડયા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા તથા સાગબારા પોલીસ પોલીસ

ગાંજાના રુપિયા 16.32 લાખની કિંમતના 165 કિલોના 232 છોડ પોલીસે ઝડપી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ ની સુચના અને નાયબ પોલીસ વડા રાજેશ પરમારના માર્ગદર્શન ના આધારે પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.નર્મદા કે.ડી.જાટ તથા પી.એસ.આઈ સાગબારા જી.કે.વસાવા તથા એસ.ઓ.જી. સ્ટાફ તેમજ સાગબારા પોલીસ સ્ટેશનના માણસોને બાતમી મળેલ કે નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના દેવસાકી ગામ ખાતે એક વયકતિએ તેના ઘર પાછળ ગાંજાનુ વાવેતર કર્યુ છે.

પોલીસને મળેલ બાતમીના આધારે તેઓએ લાલસીંગભાઇ સેગજીભાઇ વસાવા,રહે. દેવસાકી ગામ,પટેલ ફળીયુ.તા.સાગબારા.જી.નર્મદાને ઘરે રેઇડ કરી હતી, પોલીસે રેઈડ કરી તે દરમ્યાન આરોપીના ઘરની પાછળના ભાગે આવેલ જમીનમાં વેચાણ અર્થે વાવેતર કરેલ વનસ્પતીજન્ય લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે લીલાં ગાંજાના છોડ નંગ- ૨૩૨ જેનું કુલ વજન ૧૬૫ કિલો ૪૦૦ ગ્રામ કિંમત રૂપીયા ૧૬,૫૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ગાંજા નુ વાવેતર કરનાર આરોપીને ઝડપી પાડી સાગબારા પોલીસ સ્ટેશનમાં નારકોટીક્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહીહાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here