બોડેલી તાલુકાના ચલામલી ગામે માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલમાં એસ.એસ.સી બોર્ડના સેન્ટરમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની શુભેચ્છાઓ પાઠવી કંકુતિલક કરી,ચોકલેટ આપી ગળ્યું મોં કરાવવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજથી એસ.એસ.સી બોર્ડની પ્રારંભ થતી વિદ્યાર્થીઓની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મુક્તપણે પરીક્ષા આપે તે માટે બોડેલી તાલુકાના ચલામલી ગામે માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલમાં એસ.એસ.સી બોર્ડના સેન્ટરમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની શુભેચ્છાઓ પાઠવી તેઓને કંકુતિલક કરી,ચોકલેટ આપી ગળ્યું મોં કરાવવામાં આવ્યું,સાથે ગુલાબનું ફૂલ અને પેન અર્પણ કરવામાં આવી હતી.જેમાં બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડો.શીતલકુવરબા મહારાઉલ,પૂર્વ કારોબારી અધ્યક્ષ હિતેષભાઇ કોલી, બોડેલી એટીવીટી સભ્ય જીવનભાઈ પટેલ,ગુજરાત પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય ઉષાબેન પટેલ,છોટાઉદેપુર જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભગુભાઈ પંચોલી,જિલ્લા કિસાન મોરચા મંત્રી ઉત્પલભાઈ પટેલ,બોડેલી તાલુકા ભાજપા મહામંત્રી પરિમલ પટેલ,તાલુકા યુવા મોરચા મહામંત્રી કિરણસિંહ રાજપૂત,મહિલા મોરચા મહામંત્રી જલ્પાબેન પટેલ,તાલુકા લઘુમતી મોરચા ઉપપ્રમુખ ઇમરાન મન્સૂરી,ચલામલી ડે.સરપંચ મુચકંદભાઈ ભગત,વણઘા સરપંચ રમણભાઈ નાયક,રાજબોડેલી સરપંચ દિવ્યાબેન પટેલ સહીત પદાધિકારી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પેન,પુષ્પ,ચોકલેટ આપી અનેકાનેક શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here