સિદ્ધપુર ટાઉનમાં ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરતા દંડ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર ટાઉનમાં આવતા જતા ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલ બે અલગઅલગ વાહનચાલકો દંડાયા હતા. આ ઉપરાંત ટાઉનમાં દારૂ પીધેલી હાલતમાં વગર લાયસન્સે જરૂરી કાગળો વગર બાઈક ચલાવતા યુવકને સિદ્ધપુર પોલીસે ઝડપી પાડ્યો હતો.
સિદ્ધપુર ટાઉનના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ત્રણ રસ્તા આગળ કેટલીય રિક્ષાઓ આવતાજતા વાહનોને અડચણરૂપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે દિવસભર પાર્ક કરવામાં આવતી હોવાની બુમરાડને લઈ પોલીસે મહેશજી સરદારજી ઠાકોર, ઉ.વ.૩૨, રહે.સિદ્ધપુર નવાવાસ ગંગાપુરાવાળાની રીક્ષા નં.જીજે.૨૪.ડબ્લ્યુ, ૩૩૮૭ અડચણરૂપ પાર્ક કરેલી હોવાથી સિદ્ધપુર પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત સેનમા રાકેશભાઈ નટવરભાઈ, ઉ.વ.૩૨,રહે. સિદ્ધપુર જૂની મિલની ચાલીવાળાએ પોતાની સીએનજી રીક્ષા નં.જીજે,૨૪,ડબ્લ્યુ,૬૨૭૭ ને સિદ્ધપુર બસ સ્ટેશન આગળ જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરેલ હોઈ તેની વિરુદ્ધ પણ સિદ્ધપુર પોલીસે કાર્યવાહી કરી હતી.તદઉપરાંત સનનગર પાસેથી પ્રવિણજી વદનજી ઠાકોર,ઉ.વ ૨૮,રહે. સિદ્ધપુર જનક ગેસ ગોડાઉનની સામે તાવડીયા રોડ વાળાને દારૂ પીધેલી હાલતમાં જરૂરી કાગળો તેમજ લાયસન્સ વગર બાઈક નં.જીજે,૯.પી.૭૧૫૩ હંકારતા ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક ને અડચણરૂપ પાર્ક કરાતા વાહનો સહીત જરૂરી કાગળો તેમજ લાયસન્સ વગર વાહન ચલાવતાઓ સામે પોલીસે લાલ આંખ કરતા આવા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here