પંચમહાલ જિલ્લામાં આગામી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓને લઈને અધિક જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ માટે પરીક્ષા ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ

પંચમહાલ જિલ્લામાં આગામી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓને લઈને અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી,ગોધરા ખાતે બેઠક યોજાઇ હતી.

જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાઓ માટે પરીક્ષા ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ હતી.આ સાથે આગામી બોર્ડની પરીક્ષા માટે તમામ સ્થળ પર વર્ગ -૧ અને ૨ના અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. અધિક નિવાસી કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ પરીક્ષા કેન્દ્રો પર સુચારુ રીતે પરીક્ષા લેવાય તે માટે તમામને તાલીમ આપવામાં આવી હતી.પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી દ્વારા તેમજ ચાલુ પરીક્ષા દરમિયાન સઘન મોનીટરીંગ કરવા સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કિરીટ પટેલ સહિત યુનિવર્સિટી,કોલેજ અને શાળાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here