બોડેલીના ચલામલી ગામે હેરણ નદી બે કાંઠે આવતા ચલામલીના નદી કિનારે આવેલ ભેખડ ફળિયાની સૌરક્ષણ દીવાલ ધરાશાયી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીના ચલામલી ગામે ઉપરવાસમાં થયેલ સાર્વત્રિક ભારે વરસાદના કારણે હેરણ નદી બે કાંઠે આવતા ચલામલીના નદી કિનારે આવેલ ભેખડ ફળિયાની આશરે ૨૫ ફૂટ ઉંચી પૂર સૌરક્ષણ દીવાલ ધરાશાયી થવા પામી છે.દીવાલ ધરાશાયી થતા જો કે કોઈ જાનહાની થઇ નથી.દીવાલથી ૧૦ ફૂટના અંતરે જ ભેખડ ફળિયામાં આદિવાસી સમાજના ૧૦ થી વધુ ઘરોના ૨૫ થી વધુ લોકો વસે છે.પૂર સૌરક્ષણ દીવાલ ધરાશાયી થતા ભેખડ ફળિયાના રહીશોમાં ડર અને ભય ફેલાયો છે.વધુ વરસાદ વરસશે તો ભેખડો ધોવાતા કિનારાના ફળિયામાં નદીના પાણી મુશ્કેલી ઉભી કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.તેમ ભેખડ ફળિયાના રહીશો જણાવી રહ્યા છે.ભેખડ ફળિયાની આ પૂર સૌરક્ષણ દીવાલ ૨૫ વર્ષથી જૂની હોવાનું સામે આવ્યું છે.૨૫ ફૂટ ઉંચી દીવાલ ધરાશાયી થતા નદીના પાણીથી ભેખડ ફળિયાના રહીશોને રક્ષણ મળતું હતું.હવે તેમના માથે મોટું જોખમ ઉભું થવા પામ્યું છે.વહીવટીતંત્ર ધરાશાયી થયેલ દિવાલનું સર્વે કરી નદીના ધસમસતા પ્રવાહથી કોઈ મોટું જોખમ ઉભું થાય તે પૂર્વેની કામગીરી કરે તેવી લોકોની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here