બોડેલી : ખરેડા ગામ પાસે કોસીંદ્રા ચલામલી મુખ્ય માર્ગ પર સતત બે દિવસથી વરસાદ સાથે પવન ફૂંકાતા વૃક્ષો તૂટીને રોડ પર પડતા મુખ્ય માર્ગ બંધ થતા વાહનો અટવાયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ બી :-

બોડેલી તાલુકાના ખરેડા ગામ પાસે કોસીંદ્રા ચલામલી મુખ્ય માર્ગ પર સતત બે દિવસથી વરસતા સાર્વત્રિક વરસાદ સાથે પવનથી અનેક નાના મોટા વૃક્ષો,ડાળીઓ તૂટીને રોડ પર પડતા મુખ્ય માર્ગ બંધ થવા પામ્યો હતો.માર્ગ,મકાન વિભાગ ઘ્વારા ૮ કલાકથી વધુ સમય વીતવા છતાં માર્ગ પરનું વૃક્ષ હટાવવામાં આવ્યું નહોતું.જેના કારણે કોસીંદ્રા ચલામલી ના મુખ્ય માર્ગના રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.કોસીંદ્રાથી ૨ કી.મી ના અંતરે આવેલ ખરેડા ગામ પાસે મુખ્ય માર્ગ પર તોતિંગ વૃક્ષ માર્ગની વચ્ચોવચ્ચ પડ્યું હતું.આ
વૃક્ષ પડતા વાહનચાલકો અટવાયા હતા.માર્ગની એક ભાગે બાજુમાં કેનાલ પસાર થાય છે જયારે બીજા ભાગની બાજુમાં પાણીના નિકાલની કાસ આવેલી હોવાથી બંને તરફે જવાનો કોઈ વિકલ્પ ન હોવાથી વાહનચાલકો ભારે અવઢવમાં મુકાયા હતા.ચોમાસામાં અનેક જગ્યાએ નડતરરૂપ વૃક્ષો અને ડાળીઓ વહીવટીતંત્ર ઘ્વારા ચોમાસા પૂર્વે ન કપાતા વહીવટીતંત્રની પોલ ખુલતા તેમની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.વહીવટીતંત્ર વહેલીતકે કોસીંદ્રા ચલામલી મુખ્ય માર્ગ પર તૂટી પડેલ વૃક્ષને વહેલીતકે હટાવે તેવી વાહનચાલકો અને રાહદારીઓની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here